________________
૧૦૦
હેમસમીક્ષા ગયું. જયસિંહ અને બર્બર સામસામા આવી ગયા. દ્વયુદ્ધ થયું. જયસિંહે બર્બરકને બાંધી બંદીવાન બનાવ્યો. બબરની સ્ત્રી પિંગલિકાની યાચનાથી તેને છૂટે કર્યો. ત્યારથી તે સિદ્ધરાજની નેકરીમાં રહ્યો અને બ્રાહ્મણોને ત્રાસ મો.
સર્ગ તેરમામાં જયસિંહના બીજા પરાક્રમનું વર્ણન છે. રાત્રીએ નગરચર્ચા માટે ફરતા ફરતે તે સરસ્વતીની પેલી પાર ગમે ત્યાં તેણે કોઈને બેલતાં સાંભળ્યું : “તમે કુવામાં પડશે તો હું તમારી પાછળ પડીશ.” સિદ્ધરાજને શક ગયો. પાસે જતાં તેણે એક નાગપુત્રને તેની પત્ની સાથે જે. “શું દુઃખ છે?' એમ પુછતાં તેણે કહ્યું—પાતાલનિવાસી, વાસુકિનારાના ઈષ્ટ મિત્ર રત્નચૂડને કનફ્યૂડ નામે પુત્ર છું. મારા સહાધ્યાયી દમને કહ્યું “હું હેમંતમાં લવલીલતા લાવી આપું.' મેં કહ્યું-“એમ બને જ કેમ ?” એમ કહી મારી પત્નીને મેં હેડમાં મૂકી. હું હેડ હાર્યો. પણ એટલામાં મારે કાશ્મીરના નાગ હુલ્લડના પૂજન માટે કાશ્મીર જવાનું થયું. વરુણનું વરદાન પામેલા એ નાગે પાતાલને ડુબાડી દેવા માંડ્યું, એટલે નાગલેકેએ શરત કરી કે પ્રતિવર્ષ એક નાગ તેના પૂજન માટે કાશ્મીર આવશે. અહીંના કુવામાં–ઉસ છે–તે જે શરીરે લગાડાય તે કાશ્મીરમાં હિમની ઠંડી ન લાગે. પણ કુવામાં વજમુખી માંખે છે–એટલે મારી પત્ની મને જવા દેતી નથી.”
સિહે તેને ઉસ આણું આપી ધીરજ આપી. એ નાના નાગકુમારને બબર સાથે તેણે પાતાલ સહિસલામત મેક્લી આપે.
ચૌદમા સર્ગમાં યોગિનીઓને સિદ્ધરાજે વશ કરી– તેની કથા આવે છે. ગિનીઓ જનતાને રંજાડતી હતી. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org