________________
સંસ્કૃત કથાશ્રય તેમની ચર્ચા જોવા ગયો. મયણલ્લાને જે તે પ્રસન્ન થયે. બીજે દિવસે તેની સાથે કર્ણનું લગ્ન થયું.
દશમા સર્ગમાં કર્ણને પુત્ર થતો નથી–તેથી તે અનેક વ્રત, ઉપવાસ વગેરે કરે છે. છેવટે લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને પુત્રનું વરદાન આપે છે. નવમા અને દશમા સર્ગમાં મયણલ્લા અને કર્ણના સંબંધની અનેક વાતો નાયકને ગૌરવને ક્ષતિ ન આવે તે માટે દબાવી દીધી હોય–એમ સંભવે છે. કારણ કે એ સંબંધી અનેક આખ્યાયિકાઓ પ્રબંધમાં પ્રચલિત થઈ છે. આ સર્ગમાં વર્ષાઋતુનું વર્ણન આપવામાં આવેલું છે.
સર્ગ અગીઆરમામાં મયણલ્લા પુત્રને જન્મ આપે છે તેનું વર્ણન છે. તે પ્રતાપી પુત્ર થશે, એમ જેશીઓ ભવિષ્યવાણી કહે છે. કણે તેને રાજ્ય સોંપી વિરક્તની માફક રહેવા માંડયું. દેવપ્રસાદની સંભાળ રાખવાની કણે તેને આજ્ઞા કરી. પૂર્વજોની રીતિ અનુસરવાને તેને બોધ આપો. કર્ણ સ્વર્ગવાસ પામ્યો. દેવપ્રસાદે પણ પિતાના પુત્ર ત્રિભુવનપાલને
સિંહને સોંપી, સરસ્વતીકાઠે અગ્નિપ્રવેશ કર્યો. જયસિંહ ત્રિભુવનપાલને પિતાના સરખો જ ગણું તેની સાથે વ્યવહાર રાખવા લાગ્યા.
સર્ગ બારમામાં બબરના પરાજયની વાત આવે છે. સિદ્ધપુરના બ્રાહ્મણને બર્બરક રંજાડતે હતે. બ્રાહ્મણે એ સિદ્ધરાજને ફરીયાદ કરી. સિદ્ધરાજ ૫ડે સૈન્ય લઈ તેની સામે ચડ્યો. તેના સૈન્યને એક વાર તે બરકે છિન્નભિન્ન કરી નાખ્યું પરંતુ સિદ્ધરાજ આગળ પડ્યો એટલે સૈન્ય ભેગું થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org