________________
પર્વરંગ
મહાપુરુષના ઘડતરનું કારણ કેવળ તેની નિસર્ગશક્તિ નથી. તેના જન્મપ્રદેશની સંસ્કૃતિ પરંપરાઓ તેની નિસર્ગશક્તિને રંગરેખાઓ પૂરી પાડે છે. તેની નિસર્ગશકિતને આવિકાર સમકાલીન સંજોગે વચ્ચે થાય છે. આ રીતે મહાપુરુષનું વ્યકિતત્વ ત્રણ કારણેએ કરીને સ્થૂલ સ્વરૂપમાં–તેના જીવનકાર્યમાં પરિણમે છે. તે ત્રણ કારણો: મહાપુરુષની નિસર્ગશક્તિ, તેની સંસ્કૃતિપરંપરાઓ, અને તેના સમકાલીન સંજોગે. શ્રીમચંદ્રાચાર્ય જેવા પ્રભાવક પુરુષના વ્યક્તિત્વની પ્રતિમા સમાં તેમનાં સારસ્વતસજનનાં મૂલ્યાંકન ઉપર દર્શાવેલી ત્રણ દૃષ્ટિઓની ભૂમિકા ઉપર થવાં જોઈએ. તેમની નિસર્ગશક્તિ અને તેમના સંજોગના ખ્યાનના પૂર્વ રંગરૂપે, તેમના જન્મપ્રદેશ તથા કાર્યપ્રદેશ, ગુજરાતની સાંસ્કારિક પરંપરાનું–ખાસ કરીને સાહિત્યવિષયક પરંપરાનું–આલેખન પ્રથમ થવું ઘટે છે. * ગૂજરાતી સારસ્વતપ્રદેશ છે. સરસ્વતીનાં નીર તેને પાવન કરી રહ્યાં છે તેથી માત્ર નહિ; પણ સરસ્વતીનાં અમૃત ગૂજરાતના પ્રતિભાશાળી પુત્રએ ઝીલ્યાં છે અને બહલાવ્યાં છે તેથી પણ મૌર્યકાળમાં—વિક્રમ સંવત પૂર્વે ત્રીજા સૈકામાં—ઊર્જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org