________________
હેમસમીક્ષા મતિ નાપિત વિરોષ ગૂ. નાઈ
“ઉણાદિગણુસૂત્ર” ઉપર હેમચંદ્ર સ્વપજ્ઞ વિવૃતિ લખી છે. વિવૃતિના આરંભને લેક તે બતાવે છે. શ્રી સિદ્ધહેમચન્દ્ર व्याकरणनिवेशिनामुणादिनाम् । आचार्यहेमचन्द्रः करोति विवृति પ્રાખ્યા આ રીતે “ઉણાદિગણુસૂત્ર” એક પ્રકારે સિદ્ધહેમવ્યાકરણના પરિશિષ્ટ તરીકે ગણી શકાય. પ્રો. જહોન કીર્સ્ટ આ ગ્રન્થનું સંપાદન કર્યું છે. એ ગ્રંથની પાછળ છે. ટોમસ Bચારીએ ઉણદિના શબ્દોની સૂચિ પરિશિષ્ટ રૂપે “ઉણદિગણુસૂત્ર'નાં સૂત્રની ક્રમસંખ્યા સહિત મૂકી છે. તે પરિશિષ્ટ અભ્યાસક માટે અત્યંત ઉપયોગી છે; અને જ્યારે ગુજરાતી ભાષાને શાસ્ત્રીય શબ્દકોશ તૈયાર કરવાના કેડ સેવાઈ રહ્યા છે, ત્યારે આ દુષ્પાપ ગ્રંથને અભ્યાસ કરવા વિદ્વાનોએ પિતાનું ધ્યાન દેરવું આવશ્યક છે. અહીંની કોઈપણ સંશોધન સંસ્થાએ આ ઉપયોગી ગ્રંથની પદ્ધતિસરની આવૃત્તિ કાઢી તેને સુપ્રાપ બનાવવાની જરૂર છે.
૨. લિંગાનુશાસન લિંગાનુશાસન" એ પણ “ઉણાદિગણુસૂત્ર” માફક સિદ્ધહેમવ્યાકરણનું પરિશિષ્ટ કહી શકાય. લિંગાનુશાસન'ની રચના હેમચંદ્ર પોતે કરેલી છે તે ગ્રંથના છેલ્લા શ્લોકમાં જણાવ્યું છે:
निःशेषनामलिङ्गानुशासनान्यभिसमीक्ष्य संक्षेपात् ।
आचार्यहेमचन्द्रः समभदनुशासनानि लिङ्गानाम् ॥ બધાંય નામલિંગનાં અનુશાસનને સારી રીતે જોઈને સંક્ષેપથી આચાર્ય હેમચંદ્રલિંગોનાં અનુશાસનનો સંદર્ભ કર્યો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org