________________
હેમસમીક્ષા ગ્રાહરિપુ યાત્રાળુઓને પીડા આપે છે–એ વાત સ્વનિ મારફતે શંકર તેને જણાવે છે. પ્રભાતનું વર્ણન જંબક અને જેહુલ સાથે મૂલરાજ મંત્રણ કરે છે અને દંડથી જ રિપુ સાધ્ય છે એમ નિશ્ચય કરી જાતે જ સેના સજ્જ કરી તે શત્રુ ઉપર ચઢવાની તૈયારી કરે છે: (સરખાવો રુદ્રની ગાથા. ૧૧. ૧૨.) પ્રતિનાયક તરીકે ગ્રાહરિપુનું વર્ણન કરવામાં આવ્યું છે. (સરખાવો રુદ્રટની ગાથા ૧૬ ) સર્ગ ત્રીજામાં શરદ્દવર્ણન છે, (કટની ગાથા ૯) રાજસભા અને સેનાપ્રયાણનું તથા જંબુમાલીને કાંઠે નાખેલા મુકામનું વર્ણન પણ તે જ સર્ગમાં કરવામાં આવ્યું છે. (કટની ગાથા ૧૩. ૧૪.) ચોથા સર્ચમાં ગ્રાહરિપુ દૂત દૃણસ આવે છે અને ગક્તિ રીતે સંધિની માગણી કરે છે–પરંતુ મૂલરાજ તેને સ્વીકાર કરતો નથી. કચ્છને રાજા લક્ષરાજ અને સિદ્ધરાજ તેના સહાયક થઈ આવે છે. ગ્રાહરિપુ ભાદર નદીને કાંઠે પડાવ નાખે છે (સરખાવો રુકટની ગા. ૧૧). પાંચમા સર્ગમાં યુદ્ધવર્ણન છે. મૂલરાજ લક્ષરાજને મારી નાખે છે; ગ્રહરિપુ પકડાય છે–પણ તેની પત્નીઓની વીનવણીથી તેની ટચલી આંગળી કાપી નાખી તે તેને છોડી મૂકે છે. મૂલરાજ પ્રભાસપાટણ જાય છે. શંકરનું પૂજન વગેરે કરી વિજયની ઘોષણાઓ સહિત અણહિલ્લપુરમાં તે પ્રવેશ કરે છે. (કુકટની ગા. ૧૭–૧૮) ઉપરના પાંચ સર્ગના સારમાં, આપણે જોયું કે, મહાકાવ્યના નિયમેને હેમચંદ્રાચાર્ય સંસ્કૃત દ્વયાશ્રયકાવ્યની રચનામાં સારી રીતે અપનાવ્યા છે. આ પ્રમાણે આખાય કાવ્યમાં આ નિયમનું પાલન બતાવી શકાય.
છઠ્ઠ સર્ગમાં મૂલરાજને ચામુંડ નામે પુત્ર થાય છે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org