________________
હેમસમીક્ષા કદાચ સિદ્ધરાજની પ્રેરણાથી પણ તેમણે આ કાવ્યને આરંભ કર્યો હોય અને સિદ્ધરાજની જીવનગાથા સુધીનો ભાગ, સર્ગ ૧૪ સુધીનો ભાગ, તેમણે સિદ્ધરાજના જીવનકાલ સુધીમાંવિ. -સં. ૧૧૯૯ સુધીમાં પૂરો કર્યો હોય. આ માનવા માટે એક વધારે તે કારણ એ મળે છે કે પ્રાકૃત દ્વયાશ્રયકાવ્ય કુમારપાલના ચરિતને જ કેવળ આલેખે છે; અને તે એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય તરીકે રચાયું છે.
દ્વયાશ્રયમહાકાવ્ય ચૌલુક્ય કુલદીપક સિદ્ધરાજના પ્રિય સદસ્ય અને કુમારપાલના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્યને હાથ લખાયેલું છે. એ કારણે એક સમકાલીન ઈતિહાસલેખન તરીક, ગૂજરાતના સુવર્ણયુગના ગૌરવવંતા કાવ્ય તરીકે, જ્યાશ્રયમહાકાવ્યનું મૂલ્ય બહુ જ છે. તત્કાલીન સમાજનાં અનેક તો તેમાં ઓતપ્રોત છે–તેથી સામાજિક ઈતિહાસ જાણવા માટે આ મહાકાવ્ય અત્યંત મહત્ત્વનું છે. પરંતુ આવાં કાવ્યમાં ઈતિહાસની દષ્ટિએ કેટલીક ક્ષતિ રહે તે સ્વાભાવિક છે. રાજાસભામાં ઉત્તમ સ્થાન ભગવત, રાજાના સમકાલીન કવિ પિતાના રાજાની કે તેના કુલની અપકર્ષક બાબતોને સામાન્ય રીતે ઉલ્લેખ કરતો નથી. દાખલા તરીકે, ગઝનીની સેમિનાથ ઉપર થયેલી ચઢાઈને અને સંહારનો હેમાચાર્યો બીલકુલ ઉલ્લેખ કર્યો નથી. કુમારપાલ ઉપર સિદ્ધરાજની અવકૃપા થયેલી, અને તેણે નહિ ઈચ્છેલું કે કુમારપાલ તેનો ઉત્તરાધિકારી થાયઃ આ કારણે કુમારપાલના
૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદી : પ્રથાશ્રય કાવ્યનું ગુજરાતી ભાષાંતર ? પ્રસ્તાવના: પાન ૨૧-૩૧. સામાજિક સ્થિતિ વગેરેનું દ્વયાશ્રયમાંથી ફલિત થતું તારણ તેમણે આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org