________________
હેમસમીક્ષા સારી રીતે જાણીને અમે દયામાં અધિક એવા જૈનધર્મને સ્વીકાર કર્યો છે.” પુરોહિતે તેમને પૂછયું: “તમે ક્યાં ઊતર્યા છો ?” તેમણે ઉત્તર આપેઃ “અહીં ચૈત્યવાસીઓને લીધે અમને કોઈ જગાએ ઉતારે મળતો નથી.” આ સાંભળી નિર્મળ મનવાળા પુરોહિતે તેમના નિવાસ માટે પિતાના પ્રાસાદને ઉપરનો ભાગ કાઢી આપો; અને તેમને માટે શુદ્ધ આહારની યેજના કરી. બપોરે પુરોહિતે બધા વિદ્વાનને પિતાને ઘેર બોલાવ્યા. બ્રહ્માની સભામાં ચાલે તેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો. એવામાં ચૈત્યવાસીઓ ત્યાં આવી ચડયા. તેમણે આવીને જણાવ્યું: “તમે જલ્દી નગર બહાર ચાલ્યા જાવ: ચૈત્યબાહ્ય તાબને અહીં સ્થાન નથી.” ચૈત્યવાસીઓએ આ વાત રાજા પાસે રજૂ કરી. પુરોહિતે જણાવ્યું: “એ બે મુનિઓને, તેમના પક્ષમાં સ્થાન ન મલવાથી, ગુણગ્રાહકતાને લીધે મેં નિવાસ આવ્યો છે. આ બાબતમાં મારી ગફલત થઈ હોય, તો આપ મને ઉચિત દંડ કરો.” ચિત્યવાસીઓએ પોતાનો હક રજૂ કર્યો. છેવટે એ બે મુનિઓને નગરમાં રહેવા દેવા એવો રાજાએ નિર્ણય આ. પુરોહિતે તેમને માટે નિવાસભૂમિની માગણી કરી. એટલામાં જ્ઞાનદેવ નામે શૈવાચાર્ય ત્યાં આવ્યા. રાજાએ તેમને સત્કાર કરી તેમને આસન આપ્યું. રાજાએ તેમને એ મુનિઓના ઉપાશ્રય માટે જમીન આપવા કહ્યું. શેવાચાર્યે જણુંવ્યું: “નિષ્પાપ ગુણીજનેની તમે અવશ્ય પૂજા કરે. અમારા ઉપદેશનું એ જ ફળ છે. બાલભાવને ત્યાગ કરી પરમપદમાં સ્થિર થનાર શિવ એ જ જિન છે. દર્શનમાં ભેદ રાખવો એ મિથ્થામતિનું લક્ષણ છે.” તેમણે પુરોહિતને તે મુનિઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org