________________
પૂર્વરંગ
૨૭ અભ્યાસ માટે પિતાના આશ્રિત બનાવ્યા હેય. ઉદયનને રસ આ બાલ વિદ્વાન સોમચંદ્રમાં વધ્યો હતે. ઉદયનપુત્ર વાભટની ભક્તિ હેમચંદ્રમાં અચલ હતી, તે કુમારપાલપ્રતિબોધ નોંધે છે.
શાસ્ત્રાવગાહનમાં સોમચંદ્ર એકવીસ વર્ષ ગાળ્યાં. સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્ર મુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોના અગ્રેસર, અને ઉદ્દભવતા અંતરશત્રુઓ માટે અગોચર થયા.૨૮ વિ. સં. ૧૧૬૬ વૈશાખ સુદ તૃતીયાને દિવસે તેમના ગુરુ શ્રીદેવચંદ્ર તેમને આચાર્યપદે સ્થાપિત કર્યા. આ જ અરસામાં હેમચંદ્રાચાર્યને વારંવાર પાટણ તરફ વિહાર કરવાનું પ્રાપ્ત થયું હતું. ઉદયન પણ એક અગ્રગણ્ય મંત્રીશ્વર તરીકે વારંવાર પાટણ જતો હતો. પાટણની રાજસભા અને રાજમાતા મયણલ્લા સાથે ઉદયને હેમચંદ્રાચાર્યને પરિચય કરાવ્યો હશે. વાદિદેવસૂરિને સહવાસ તે આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પહેલાં અને પછીથી પણ થયું હોય એમ પૂરાવાઓ ઉપરથી જણાઈ આવે છે. હેમચંદ્રાચાર્યની છત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે દિગંબર કુમુદચંદ્ર અને વેતાંબરાચાર્ય સ્વાદિદેવસૂરિ વચ્ચે પાટણની રાજસભામાં વાદ થયો હતો. પ્રભાવક્યરિતના ઉલ્લેખ પ્રમાણે “સોમચંદ્ર દેવસૂરિના એક વિદ્વાન મિત્ર હતા.ર૯ કલ્પના થાય છે કે એ. ૨૮, પ્ર. ચ. પા. ર૯૯ . ૪૬: सिद्धसारस्वतोऽक्लेशात्सोमः सीमा विपश्चिताम् अभूदभूमिरुन्निद्रांतरवैरिकृत द्रुहः ॥ ૨૯. પ્ર. ચ. પાન ૨૮૦ લે. ૪૩-૪૪. विद्वान् विमलचन्द्रोऽथ हरिचन्द्रः प्रभानिधि : सोमचन्द्रः पार्श्वचन्द्रो विबुधः कुलभूषणः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org