________________
શબ્દાનુશાસન
૩૫ પાકને છેડે ચૌલુકયવંશના રાજાઓની પાંત્રીસ લેકમાં તેમણે પ્રશસ્તિ રચી અને દરેક પાને છેડે એક લેક અને છેલ્લા પાને છેડે ચાર લેક મૂક્યા. આમ આઠ અધ્યાય અને દરેક અધ્યાયના ચાર પાદ, એટલે કુલ બત્રીશ પાદમાંના પ્રત્યેકને છેડે એક અને તદ્ધ છેવટના પાદને છેડે ચાર લેક એમ પાંત્રીસ ક યોજાઈ ગયા. ત્યારપછી “ત્રણ વર્ષ ' વિદ્વાનો અને રાજપુરોહિતોએ તેનું અધ્યયન કર્યું. બિલકુલ પ્રમાદ વિનાનું માલુમ પડતાં, રાજાએ ત્રણસેં લહિઆઓ રેકી તે વ્યાકરણની નકલે કરાવી અને દરેક દર્શનના વિદ્વાનને તે વહેંચી અને આર્યાવર્તના દરેક દેશમાં તેની નકલ મેકલાવી.૧૩ એક વર્ષ સોમનાથયાત્રાનું, ત્રણ વર્ષ તેના અવલોકનનાં અને એક વર્ષ લખાવવા મોકલાવવાનું, એમ ગણતરી કરીએ તે હેમાચાર્યને એકાદ વર્ષ જ વ્યાકરણની રચના માટે મળે છે. એમ લાગે છે કે સૂત્રે અને લઘુવૃત્તિ-એટલે તેમણે એક વર્ષમાં રચ્યું હશે. આમ વિ. સં. ૧૧૮૪ને અંતે કે, વિ. સં. ૧૧૮૫ ના આરંભમાં આ ગ્રંથ શ્રીહેમાચાર્યો પૂરો કર્યો હોય એ જ શક્ય છે. મેરૂતુંગનું કથન,-એક વર્ષમાં વ્યાકરણનું સર્જન થયું–એટલે દરજે ખરું છે. પણ તેની બૃહદ્રવૃત્તિ અને બીજા અંગેનું સર્જન તેમણે ૧૨. પ્ર. ચ. પાન ૩૦૨. શ્લોક ૧૦૧–૧૦૨ :
मूलराजप्रभृतिभी राजपूर्वजभूभृताम् वर्णवर्णनसंबद्धं पादांते श्लोकमेककम् ॥ तच्चतुष्कं च सांते श्लोकैस्त्रिंशद्भिरद्भुतम् पंचायकैः प्रशस्तिश्च विहिता विहितैस्तदा ॥ ૧૩. પ્ર. ચ. પાન ૩૦૨. શ્લોક ૧૦૩–૧૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org