________________
શબ્દાનુશાસન
છે અને કેટલાંક સાતમા અધ્યાયમાં છે. આ ક્રમ અપ્રવિષ્ટ વાચકને ગૂંચવી નાખે તેવો છે. જ્યારે હેમચંદ્રાચાર્યના વ્યાકરણને ક્રમ એક રીતે વિશિષ્ટ પ્રકારનો છે. વળી વ્યાકરણનો અભ્યાસ કરવાની ઈચ્છાવાળા માટે એ ક્રમ સુગમ અને સુબોધ છે.
વળી પાણિનિના વ્યાકરણની સંજ્ઞાઓ કિલષ્ટ છે. પાણિનિની આ ક્લિષ્ટ પરિભાષા સૂત્રના લાઘવને સિદ્ધ કરવા હોવી જોઈએ—પરંતુ તેથી ગ્રંથ વિદ્યાર્થીઓને ઘણે દુર્ગમ બની જાય એ સંભવિત છે. દા. ત. (પા.) મ = (હે.) સ્વરઃ; (પા.) ન્દ્ર = (હે) ચગ્નનમ્ ; (પા.) ૬ = (હે) પોષઃ ઈત્યાદિ. હેમચંદ્રની સરળ પરિભાષા વિદ્યાર્થીને માટે વ્યાકરણને સામાન્યતઃ શુષ્ક વિષય પણ સરળ બનાવી દે છે.
હેમચંદ્રાચાર્યના ગ્રંથે વિશેષતઃ અભ્યાસક્રમના દષ્ટિબિંદુથી લખાયા છે. વિદ્યાવાંછુને વસ્તુ સરળ રીતે મૂકી આપવું એ તેમને મુખ્ય હેતુ છે. ૧૬ આ દૃષ્ટિએ એમણે પૂર્વાચાર્યોને શબ્દશઃ ઉપયોગ કર્યો છે તેમાંય શાક્ટાયનના વ્યાકરણને ઉપયોગ વિપુલ પ્રમાણમાં કર્યો છે. દા. ત. (શા.) વિચારો ધાતુ = (હે.) ચોથ ધાતુ (સિ. હે. ૩. ૩. ૩.); (શા.) ગર્નાિત્ર = (હે) ને પ્ર ત્યઃ (સિ. હે. ૩. ૩. ૪.); (શા.) રચર્થવો છે. = (હે) પાર્ચર્થવો : (સિ. હે. ૩. ૧. ૮.) વગેરે. શાકટાયન અને હેમચંદ્રનાં સૂત્રોનું વિપુલ સામ્ય પં. બેચરદાસે એક સ્થળે વિસ્તૃત રીતે બતાવ્યું છે.૧૭
૧૬. ૫. બેચરદાસને ઉપરને લેખ પા. ૭૮. હિમાંશુવિજય સિદ્ધહેમવ્યાકરણની પ્રસ્તાવના. પાન ૧૧.
૧૭. ૫. બેચરદાસને ઉપરનો લેખ પા. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org