________________
હેમસમીક્ષા , આપતાં કહ્યું છે: “Culture is the measure of things taken for granted.” સંસ્કૃતિનું માપ પ્રજાની સ્વભાવગત બની ગયેલી બાબતો ઉપરથી નીકળી શકે છે. જે પ્રજાના કારણદેહને સુંદર અને ભવ્ય વૃત્તિઓ ઘડે છે, તે પ્રજાની સંસ્કૃતિ ઉન્નત બને છે. પ્રજાના ઈતિહાસને તેના અપૂર્વ પુરુષો સજે છે. તે જ રીતે પ્રજાની સંસ્કૃતિનું ઓજસ પણ તેના મહાપુરુષે ઉપર જ નિર્ભર છે. આ દૃષ્ટિએ જોતાં હેમચંદ્રાચાર્ય યુગપ્રધાન સંસ્કારમૂર્તિ હતા. અશેકે કરેલી અહિંસા અને ધર્મપાલનની ઘષણે હેમચંદ્રાચાર્યે ગૂર્જરભૂમિમાં સ્વભાગવત બનાવી દીધી; અને સાહિત્ય મારફતે માનસસુલભ બનાવી. ઇન્દ્ર-પાણિનિકાત્યાયન-પતંજલિ, અને શાકટાયન તથા અમરસિંહ અને ધનપાલ જાણે આ એક મહાપુરુષ મારફતે વ્યક્ત થયા અને પંચાંગી વ્યાકરણ–સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાનું–ગૂજરાતને મળ્યું. પતંજલિના યોગસૂત્રના સિદ્ધાન્તો તેમણે યોગશાસ્ત્રમાં નિરૂપા– એમની પિતાની રીતે અને દૃષ્ટિએ. મૈત્રકવંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશની રચનાઓમાં નિપુણ હતો, રર પણ હેમચંદ્રાચાર્યે એ ત્રણેય ભાષામાં કાવ્યરચના તથા વ્યાકરણ અને કેષિની રચનાથી ગૂજરાતના ગૌરવને બહલાવ્યું.
ર૨. ગૂજરાતના ઐતિહાસિક લેખઃ ભાગ ૧. પાન ૧૦૭: પ. પ. संस्कृतप्राकृतापभ्रंशभाषात्रयप्रतिबद्धप्रबंधरचनानिपुणतरांतःकरणः + ++ શ્રી ગુનઃ 3. ભાઉ દાજી આ તામ્રપત્રને બનાવટી કહે છે. પ્રો. ચાકેબીએ “ભવિસત્તકહા'ની પ્રસ્તાવના પાન પપ ઉપર “અપભ્રંશ સાહિત્યભાષા ઈ. સ. છઠ્ઠા સૈકામાં હતી તે પૂરવાર કરવા આ ઉલ્લેખ પ્રમાણુ તરીકે ટાંક્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org