________________
હેમસમીક્ષા તેમના શિષ્ય અભયદેવસૂરિએ-ભીમદેવના સમયમાં સન્મતિતર્ક નામે મહાન ગ્રંથની વાદાર્ણવ નામે ટીકાની રચના કરી.
ભીમદેવના સમયની આ સાહિત્યપ્રવૃત્તિ બતાવે છે કે ગૂજરાતની સંસ્કૃતિનાં તત્ત્વ ઘણું તેજસ્વી બન્યાં હતાં. વિચાર અને આચારનું ઔદાર્ય એ સંસ્કૃતિનું લક્ષણ છે. પુરોહિત સેમેશ્વર અને શૈવદર્શની જ્ઞાનાચાર્યનું કથાનક વિચારનું ઔદાર્ય બતાવે છે. આ સમયમાં માળવા અને ગૂજરાતનો સાંસ્કારિક વિનિમય ધુરંધર વિદ્વાન મારફતે થાય છે. દામોદર અને ધનપાલ આ સંસ્કારસંબંધને કેળવે છે. ભીમદેવના સમયમાં ગુજરાતની સીમા વિસ્તરે છે. વિમલ જે પ્રતાપી મંત્રી ભીમદેવના સમયમાં પ્રવર્તમાન થયે. વિમલવસતિની આબુ ઉપર રચના, ઉદયામતિએ બંધાવેલી રાણીની વાવ, ભીમદેવે બંધાવેલ સોમનાથનું પથ્થરનું મંદિર, વગેરે શિલ્પસર્જને ભીમદેવના સમયમાં થયેલા સ્થાપત્યને વિકાસ બતાવે છે. વિમલનાં દહેરાંઓની રચના વિ. સં. ૧૦૮૮ માં થઈ. ભીમદેવે સૂરાચાર્યના આગમન વખતે કહ્યું હતું: “મારા બંધુએ ભોજરાજાને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે?” અને સંજોગો પણ તેવા જ હતા. “મૂળરાજે જીતેલે ઉત્તરનો આબુ સુધીનો પ્રદેશ ભીમે પિતાને કબજે રાખ્યો એટલું જ નહિ પણ નવૂલના રાજાને સામંત બનાવ્યો, તથા પૂર્વમાં ભેજ જેવા એ વખતના ભારતપ્રખ્યાત પરાક્રમી રાજા સામે વારંવાર લડીને તથા છેવટ ચેદીના કર્ણને મદદ કરીને ગુજરાતની એ તરફની સરહદ વધારી સિદ્ધરાજના માલવવિજ્ય માટે રસ્તો કરી આપે એ ભારે કામ કર્યું.”૨૧
૨૧. દુર્ગાશંકર શાસ્ત્રી : ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ: પાન ૨૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org