________________
૧૪
હેમસમીક્ષા તેમનાં શુભ તને બહલાવે છે. આ પ્રકારે મહત્ત્વાકાંક્ષી રાજા પિતાના રાજ્યને રેનક અને વિશિષ્ટતા એ છે.
મૂલરાજનું શાસન વિ. સં. ૯૯૮ થી ૧૦૫૩ સુધી ગૂજરાત ઉપર રહ્યું. મૂલરાજનાં કાર્યો ઉપરથી તેના માનસનો ખ્યાલ કરી શકાય છે. તેણે માળવાના પ્રતાપી, વિદ્યાપ્રિય અને પિતાની શકિતઓથી માનવહૃદયને મુગ્ધ કરનાર મુંજને સામનો કર્યો. તેમાં મૂળરાજને પાછા હઠવું પડયું, પણ ત્યારથી માલવા અને ગુજરાતની સ્પર્ધા તીવ્ર બની. મૂળરાજે રુદ્રમહાલય આરંભ્યો; ઔદિચ્ચાને ઉત્તરમાંથી ગૂજરાતમાં આણ્યા; દાનથી દારિદ્રથને હયું; શૌર્યથી દુર્જનને જીત્યા, માલવપતિ મુંજ, શાકંભરીનાથ વિગ્રહરાજ અને દક્ષિણના ચાલુક્ય રાજા તૈલપ જેવા બળવાન પ્રતિપક્ષીઓ વચ્ચે રહી ગૂજરાતના સામ્રાજ્યને પાયે નાખે; અને દેવભક્તિમાં મગ્ન બની શ્રીસ્થળમાં પોતાના દેહની આહુતિ અગ્નિને આપી. તેના પુત્ર ચામુંડના હાથીઓના મદની ગંધથી માળવાને સિધુરાજ પાછો ફર્યો. ચામુંડે. પણ શુકલતીર્થમાં વિ. સં. ૧૦૬૬ માં અનશન વ્રતથી દેહત્યાગ કર્યો. દુર્લભરાજ અને વલ્લભરાજ–ચામુંડના ઉત્તરાધિકારીઓ–રવીર હતા. માળવા-ગૂજરાતની ઝપાઝપીને આસ્વાદ તેમણે પણ કર્યો હતે.
દુર્લભરાજના ભાઈ નાગરાજને પુત્ર ભીમદેવ વિ. સં. ૧૦૭૮ માં ગાદીએ આવ્યું. ગુજરાતની સંસ્કૃતિની ભવ્યતાના સવિતાને ઉદય મૂળરાજના સમયમાં થયે; તેનાં બધાં કિરણોને આવિષ્કાર ભીમદેવના સમયમાં થયો; સિદ્ધરાજના સમયમાં તે મધ્યાહે પોં; કુમારપાલના સમયમાં તેમાં મધ્યાહ્ન પછીની સુકુમારતા પ્રવેશી; અને કર્ણ વાઘેલાના સમયમાં તે અસ્ત પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org