Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને દૂર તથા કુમારપાલના, વાઘેલા સોલંકી રાણા વીરધવલ તથા વીસલદેવના તેમજ મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલના ચરિત્રનું જેટલું વિગતવાર અને વિસ્તૃત નિરૂપણ તેઓને લગતી સાહિત્યિક કૃતિઓમાં થયું છે તેટલું તેઓના અભિલેખોમાં નથી થયું. મૂળરાજ સોલંકીના વંશની, વાઘેલા રાણું વિરધવલના કુળની અને મહામાત્ય વસ્તુપાલના કુળની સામાન્ય માહિતી આભિલેખિક તથા સાહિત્યિક એ બંને પ્રકારનાં સાધનોમાંથી મળે છે, પરંતુ પંચાસર-અણહિલવાડના ચાવડા વંશની માહિતી આનુશ્રુતિક વૃત્તાંત નિરૂપતા ગ્રંથમાં જ મળે છે. આ ગ્રંથ ચાવડા રાજ્યના અંત પછી લગભગ ત્રણસો-ચારસો વર્ષ લખાયેલા છે.૪૦ આ ઉત્તરકાલીન અનુશ્રુતિઓમાં કેટલીક બાબતોમાં ઘણે વિગતભેદ રહે છે, એટલું જ નહિ, એમાંની કેટલીક વિગતોનો સિદ્ધ ઇતિહાસ સાથે મેળ મળતો નથી, આથી આમાંની કઈ વિગતો ઐતિહાસિક ગણવી ને એને મેળ કેવી રીતે મેળવો એ સમસ્યા બની રહેલ છે. દુર્ભાગ્યે આ રાજવંશના કેઈ અભિલેખ કે સમકાલીન ઉલ્લેખ મળતા નથી, તેથી એ ઉત્તરકાલીન આનુશ્રુતિક વૃત્તતિમાંના ઘણું મુદ્દા સંદિગ્ધ રહે છે.
પરંતુ સોલંકી વંશના ઇતિહાસ માટે સમકાલીન સાહિત્યની સામગ્રી સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત દ્રયાશ્રય મહાકાવ્યમાં સમકાલીન રાજા સિદ્ધરાજ તથા કુમારપાલ સુધીના સેલંકી વંશનું ઉત્કીર્તન તથા પ્રાકૃતિ દયાશ્રયમાં કુમારપાલનું ચરિત નિરૂપ્યું છે. અલબત્ત, એમાં મુખ્ય દષ્ટિ રૂઢ સ્વરૂપનું શાસ્ત્રકાવ્ય રચવાની છે, ઇતિહાસ કે જીવનચરિત્રની દષ્ટિએ ઘટનાઓનું પદ્ધતિસર નિરૂપણ કરવાની નહિ. પરિણામે અઠ્ઠાવીસ મોટા મોટા સોંવાળા એ મહાકાવ્યમાંથી ખરેખરી માહિતી ઘણી થોડી મળે છે. આ ટીકે એ કાલનાં ઐતિહાસિક વ્યક્તિઓ કે પ્રસંગો વિશે રચાયેલાં લગભગ બધાં કાવ્યો તથા નાટકને લાગુ પડે છે. કવિ બિહણત પુરી નાટિકામાં નાયિકાને કલ્પિત પાત્રરૂપે રજૂ કરવામાં આવી છે, છતાં એમાં કેટલીક ઐતિહાસિક હકીકત મળી રહે છે. એવી રીતે યશશ્ચંદ્ર રચેલા મુદ્રિતવુમુદ્ર નામે પ્રકરણ-રૂપકમાં સિદ્ધરાજની રાજસભામાં શ્વેતાંબર તથા દિગંબરે વચ્ચે થયેલા પ્રસિદ્ધ વાદવિવાદનું વાસ્તવિક ચિત્ર આલેખાયું છે. રામચંદ્રકૃત યુનીરવિહીર નામે શતક-કાવ્યમાં કુમારપાલે બંધાવેલા પાર્શ્વનાથ-ચેયનું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. યશપાલે મોરાઝRTગય નાટકમાં કુમારપાલે જૈન ધર્મની દીક્ષા લીધી એ વસ્તુને રૂપક આપી નિરૂપ્યું છે. સેમપ્રભસૂરિના કુમારપાત્રપ્રતિવર્ષમાં હેમચંદ્રસૂરિએ કુમારપાલને આપેલા ધર્મધનું નિરૂપણ કરેલું છે.