Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯૨ ]
મૌર્ય કાલથી ગુપ્તકાલ
[ ×.
ખીજા અગત્યના અવશેષ મળવાની વિશ્વસનીય સંભાવના ઊભી કરે છે. રાજપીપળા પાસે કડિયા ડુંગરની ગુફાઓ પાસે બે સિંહાના સયાજનવાળા સ્તંભ (૫૪ ૩૧, આ. ૯૮ ) મળી આવવાથી આ સંભાવના વધુ જોરદાર બને છે.
(૧૦) ક્ષત્રપકાલનું એક મસ્તક ઘેાડાં વર્ષો ઉપર સૌરાષ્ટ્રમાં કાકાની સિંહમાંથી મળેલું તેની વિગતવાર ચર્ચા શ્રી. જયેદ્ર નાણાવટી અને શ્રી. મધુસૂદન ઢાંકીએ કરી એ ક્ષત્રપકાલીન હોવાનું દર્શાવ્યું છેપ૩ ( જુએ પટ્ટ ૩૨, આ. ૯૯ ). (૧૧-૧૨) સાજિત્રામાંથી મળેલું ખીજું એક ક્ષત્રપકાલીન મસ્તક વલ્લભવિદ્યાનગરના સંગ્રહાલયમાં છે.૫૪ સુરતના મ્યુઝિયમમાં સંગ્રહાયેલું ત્રીજું એક મસ્તક પણ ક્ષત્રપકાલીન મનાય છેપપ ( પટ્ટ ૩૩, આ. ૧૦૦). એ કદાચ ક્ષત્રપકાલના અંત-ભાગનું હોઈ શકે.
(૧૩) હમણાં કચ્છમાં દોલતપુર પાસેના એક ખેતરમાંથી એક નાનુ મસ્તક લગભગ પાંચ-સાડાપાંચ સે ટિમીટરની ઊંચાઈનું કચ્છના જ કોઈ સ્થાનિક ખરતા પથ્થર(sandstone )નું બનેલુ મળેલુ.પ૬ આ મસ્તક પર ઊંચી ટોપી—ઘાટના મુકુટ છે, જે ઈરાની ટોપીના ઘાટ પર ભારતીય શૈલીની ભરતકામની ભાતવાળા છે. એના આગળના ભાગમાં ગેાળાકાર ચૈત્ય-આકૃતિ અને એની મધ્યમાંથી લટકતા આભૂષણની પરિપાટી મથુરાનાં કુષાણુકાલીન શિલ્પેામાં પ્રચુર પ્રમાણમાં મળે છે, આથી મસ્તક નિર્વિવાદ રીતે ક્ષત્રપકાલીન—ઈ.સ. ના ત્રીજા-ચોથા સૈકાનુ સાબિત થાય છે. મસ્તકની પીઠ પર લટકતી વેણી-ઘાટની રચના છે એ પરિપાટી પણ આહવાની પ્રતિમાની પીઠ ઉપર જોવા મળે છે, એટલુ જ નહિ, પણ આગળ જણાવ્યું તેમ તેર( પ્રાચીનનગર )ની હાથીદાંતની યક્ષી-પ્રતિમા વગેરેમાં તેમજ ગાંધારનાં સમકાલીન શિલ્પેામાં મળે છે.
આ મસ્તકને ક્ષત્રપકાલીન ગણવામાં વિવાદને સ્થાન જ નથી અને તેથી આ મસ્તકમાં પણ મુખાકૃતિ તેમજ વિસ્ફારિત આંખાની પાંપણાની રચનાના આધારે શામળાજીની ક્ષત્રપકાલીન ગણાવેલી પ્રતિમાએની આંખે બાબતનાં આ લેખકનાં અનુમાનને પુષ્ટિ મળે છે. આ મસ્તકના મુકુટની રચનાને મળતી આવતી મુકુટ-રચનાવાળુ એક મસ્તક શામળાજીમાંથી મળેલું તે વડાદરા મ્યુઝિયમમાં છે તે પણ ઈ. સ. ના ચોથા સૈકાનું ગણી શકાય.
આ મુકુટ-રચના તથા મુખાકૃતિની રચનાની સાથે સરખાવવા લાયક અને ઈ. સ. ની ચોથી સદીમાં સહેલાઈથી મૂકી શકાય તેવું એક અગત્યનું વિષ્ણુનું શિલ્પ ભિન્નમાલમાંથી મળેલુ હાલ વડેાદરા મ્યુઝિયમમાં છે.પ૭ આ શિલ્પ અને કચ્છ-દોલતપુરનું મુખ ગુજરાત-રાજસ્થાનની એકસરખી કલાપર’પરા સૂચવે છે.