Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ૦૦].
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પાર. બ્રાહ્મણોએ ઉપર્યુક્ત શરતો કબૂલ કરી ત્યારે છવદેવસૂરિએ એકાંત સ્થાનમાં જઈ પોતાના પ્રાણ ખેંચી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા. ગાય ઊઠીને બહાર ગઈ કે તરત આચાર્યે પોતાના પ્રાણ સંકેલી લીધા.
આ પ્રસંગ પછી છે અને બ્રાહ્મણે વચ્ચે કદી કલેશ થયો નહિ.
છવદેવસૂરિએ મરણ નિકટ જાણી ગની વ્યવસ્થા કરી, અનશનપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. આ
આચાર્યના સ્વર્ગવાસ સમયે જ પેલા યોગીને આચાર્ય મહાત કર્યો હતો તે વાયડમાં આવ્યું અને મૃતક વદેવસૂરિનું મોં જોવા એણે વિનંતી કરી. કેમકે છવદેવનું કપાલ એક ખંડનું હોવાથી એને એ લેવું હતું, પરંતુ આચાર્ય અગાઉ આપેલી સલાહ મુજબ એ કપાલ ગણવછેદકે ફેડી નાખ્યું હતું તેથી એ
ગીને ઈરાદો બર ન આવ્યો. એણે નિરાશ વદને જણાવ્યું: વિક્રમાદિત્ય અને આ આચાર્યને એક–ખંડ કપાલ હતું, જે એક ભાગ્યશાળી માનવીનું લક્ષણ ગણાય છે. એ પછી યોગીએ આચાર્યના અગ્નિસંસ્કારવિધિમાં ભાગ લીધે.
પં. શ્રી કલ્યાણવિજયજી છવદેવસૂરિના સમય વિશે “પ્રબંધાર્યાલોચન.” (પૃ. ૩૪)માં નોંધ કરે છે : “વિક્રમાદિત્યના મંત્રી લીંબાએ વાયડમાં ચૈત્યને ઉદ્ધાર કરાવ્યાનો અને વિક્રમ સંવત ૭ માં છવદેવસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવ્યાને, પ્રબંધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી છવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણ મળે છે, પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન નહોતા એમ પ્રબંધની કેટલીક વાતો ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એ જ છે કે દેવ પ્રથમ શ્રુતકીર્તાિના શિષ્ય સુવર્ણકર્તિ નામે દિગંબર મુનિ હતા એમ પ્રબંધકારે જણાવ્યું છે, શ્રુતકીતિ કયારે થયા એ આપણે જાણતા નથી, છતાં બંને સંપ્રદાયના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગંબર અને તાંબરની પરંપરાઓ જુદી પડી હતી.૩૭ આ સ્થિતિમાં છવદેવને પ્રથમાવસ્થામાં દિગંબર માનીને એમને વિક્રમાદિત્યના સમકાલીન માનવા યુક્તિસંગત નથી.”
છેવટે તેઓ નિર્ણય કરતાં જણાવે છે કે “પ્રસ્તુત પ્રબંધના ચરિતનાયક છવદેવમૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ, પણ એ સમયથી લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પછીના પુરુષ હતા. લલ્લ શેઠ દ્વારા જે બ્રાહ્મણે એ જૈનોની સાથે શરતે કરેલી તે બ્રાહ્મણે કાલાંતરે સત્તાહીન અને જાગીરહીન થઈ જતાં જૈનોના આશ્રિત ભોજકે થયા હતા એમ હું માનું છું. ૩૮