Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આનુશ્રુતિક વૃત્તાંત
[૫૧૭*
(૧) કક્કાસના પિતાનું નામ ધનદ સુતાર હતું. (૨) બાળપણમાં જ માતાપિતાનું મરણ થયું હતું. (૩) કાસ” નામ પડવાનું કારણ એ હતું કે એ ખાંડણિયા પાસે બેસીને ડાંગરની ફૂસકી (કુકસ) ખાતો હતો. (૪) કક્કાસ યવન દેશમાં જઈને આ યંત્રવિધા શીખી લાવ્યો હતો. (૫) એની માતૃભૂમિ તામ્રલિપ્તિ હતી અને ત્યાં દુકાળ પડ્યો હતો. (૬) આકાશગામી યંત્ર અને યંત્રમાં દેરીની. કરામત હતી. (૭) કેક્કાસ અને રાજા એમ બે જણ હમેશાં ગગનવિહાર કરતા હતા. (૮) પટરાણીની હઠના કારણે આપત્તિ આવી પડી. (૮) કક્કાસે બીજા રાજાને રથ તૈયાર કરી આપ્યુ. (૧૦) બે યાંત્રિક ઘોડાઓની રચના અને બે કુમારોનું ઉશ્યન, (૧૧) ચકયંત્રની રચના અને એ દ્વારા બીજા કુમારોને નાશ. (૧૨) કોકાસને વધ. કરવામાં આવ્યો હતો.
૬૦. પ્રમાણિતવિજયસિંહસૂરિચરિત', . ૮૦-૧૧૦, પૃ. ૪૪; અને વિવિધતીર્થમાં ૬૧. “અંબિકાદેવીક', પૃ. ૧૦૭
૬૧. વૃ-િપૂર્વભાગ, પૃ. ૭; સવરચવમૂત્ર- જિરિટીના પૃ. ૮૮; વિરપાવરથમ ષ્ય-યાચારીત્રા, પૃ. ૨૭૮, અનુયોrદ્વાર-રમદીયા ટી, પૃ. ૧૮; મનુયોગ દ્વાર-હેમચંદ્રીય વૃત્તિ, પૃ. ૨૭
૬૨. પ્રમારિતના ‘અભયદેવસૂરિચરિતમાં આ પ્રકારે ફેરફાર છે:
કાંતી નામની નગરીને રહેવાસી ધનેશ નામને શ્રાવક સમુદ્રમાં પ્રવાસ કરી રહ્યો ત્યારે એક જગ્યાએ એનાં વહાણ દેવતાએ ખંભિત કરી દીધાં. શ્રાવક સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે એણે કહ્યું કે “આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે તે કઢાવીને તું લઈ જા.” ધનેશે એ પ્રતિમાઓ કઢાવીને સાથે લીધી. એમાંની એક ચારૂપમાં, • બીજી પાટણમાં આંબલીના ઝાડ નીચે આવેલા અરિષ્ટિનેમિના મંદિરમાં અને ત્રીજી સેઢી
નદીના કાંઠે આવેલા સ્તંભનક-થાંભણું (ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં આવેલા ઉમરેઠ નામના ગામની પાસે આવેલા થામણા) ગામમાં—એમ ત્રણ ત્રણ સ્થળે પધરાવી. (જુઓ લિ. ૧૩૮-૧૪૨).
૬૩-૬૪. પુરાણમાહાતમ્ય, કૌમારિકાખંડ, ૬૬-૧૨૫ ૬૫. ખંભાતને ઇતિહાસ, પૃ. ૨૩ ૬૬. પુરાણોમાં ગુજરાત, પૃ. ૨૧૩