Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું]
આનુશ્રુતિક વૃત્તાંતા
[ ૫૧૧
સૂચનથી એ પ્રતિમા બહાર કાઢી કાંતીપુરમાં ભવ્ય જિનાલય બંધાવી એમાં એને પ્રતિષ્ઠિત કરી હતી.૬૨
નાગાર્જુન એ શેઠને ત્યાં કપટી સેવક બનીને કાંતીપુરમાંથી એ પ્રતિમાને આકાશમાર્ગે ઉડાડી લાવ્યા અને શેઢી નદીના કાંઠે એક સુંદર જગ્યામાં એને સ્થાપિત કરી.
હવે પદ્મિની સ્ત્રી માટે એણે માહિતી મેળવી કે પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહનને ચંદ્રલેખા નામે સુલક્ષણી પદ્મિની સ્ત્રી હતી. એટલે નાગાર્જુને ત્યાં થોડા સમય રાજસેવક બની ચંદ્રલેખાનું હરણ કર્યું. અને માકાશમાગે એને શેઢી નદીના કાંઠે લઈ આવ્યા. ભયભીત રાણીને નાગાર્જુને સાચી હકીકત સમાવી. આ રીતે એ રાજ રાણીને લાવતા અને દિવસ થતાં એના મહેલમાં મૂકી આવતા. એ મૂર્તિ અને રાણીની સહાયથી એણે કોટિવેધી રસ સિદ્ધ કરવા પારાનું સ્ત ંભન કર્યું અને સિદ્ધિ મેળવી. એ જગ્યાએ નાગાર્જુને સ્ત ંભનપુર અગર સ્ત ંભનકપુર ( ચાંભણા-થામણા : ઉમરેડ પાસે, જિ. ખેડા ) ગામ વસાવ્યું.
૨૭. સ્તંભતી
આજે ખંભાત નામથી ઓળખાતા નગર સ્તંભતીથ વિશે જૈન તેમજ બ્રાહ્મણ ગ્રંથામાં વિવિધ અનુશ્રુતિએ સ ંઘરાયેલી જાણવા મળે છે.
સ. ૧૩૬૮ માં સ્તંભનકની પાર્શ્વનાથ પ્રતિમાને ખ'ભાત લાવવામાં આવી તેથી એ ગામ સ્ત ંભપુર નામથી ખ્યાતિ પામ્યું.
‘સ્કંદપુરાણુ’ની અંતર્ગત ગુજરાતનાં અનેક તીર્થક્ષેત્રાને લગતા ખંડ છે તેમાં માહેશ્વરખંડમાંના કૌમારિકાખંડમાં મહીસાગરસંગમક્ષેત્રનાં તીથ વર્ણવ્યાં છે. મહીનદીના કાંઠે મહી સાગરને મળે છે ત્યાં સાત કેશ (ગાઉ) પ્રમાણનું મહીસાગર-સ ંગમક્ષેત્ર છે.૬૩ એનું બીજું નામ ગુપ્તક્ષેત્ર પણ છે. કાર્તિકેયે આ (ખંભાતના) સ્થળે તારકાસુર દૈત્યને મારી ત્યાં વિજયસ્તંભ રાપ્યા અને સ્ત ંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ ‘સ્તંભતીર્થ' થયું. ખીજે સ્થળે એમ કહ્યું છે કે મહીસાગર-સંગમક્ષેત્રે બ્રહ્માની સભામાં સ્તંભ (ગવ`) કર્યાં તેથી એનું નામ ‘સ્તંભતીર્થ’ પડ્યું.૧૪
શ્રી. રત્નમણિરાવ જોટ ‘ખ ંભાતનો પ્તતિહાસ”માં ‘ખંભાત’ નામ ‘સ્કુ ંભતી -’ માંથી નીકળ્યું છે એ મત રજૂ કરતાં કહે છેઃ ‘ભ એ વૈદિક દેવ છે અને એના અ શિવનું યેાતિય લિંગ એવા થાય છે. ઘણા જ પ્રાચીન કાળથી ગુજરાતના