Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું] આકૃતિક વૃત્તાંત
[ ૫૦૧ ૧૫. લાટાચાર્ય લાટ દેશના આચાર્ય કે લાટાચાર્ય નામથી પ્રસિદ્ધ આચાર્ય વિશે. આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :
જૈન મુનિએ પોતાને રહેવા માટે મકાન આપનાર ગૃહસ્થને “શયાતર’ કહે છે. શય્યાતરના ઘરનાં આહાર- પાણી તેઓ લેતા નથી. એક જ ગુરુના શિષ્યો જગ્યાની સંકડાશને લીધે જુદા જુદા ગૃહસ્થોનાં મકાનમાં રહે ત્યારે શય્યાતર કેને માનવો, એને ખુલાસો એવો મળે છે કે અમુક સંગોમાં દરેક મકાનના માલિક શયાતર મનાય અને અમુક સંગોમાં મૂળ ઉપાશ્રયને માલિક જ શય્યાતર મનાય. આ બાબતમાં લાટાચાર્યને મત એ છે કે જે મકાનમાં સકલ ગ૭ના છત્રરૂપ આચાર્ય રહેતા હોય તેને માલિક શય્યાતર મનાય, બીજા મકાનના માલિકને શય્યાતર માનવા નહિ.૩૯
પ્રસિદ્ધ જ્યોતિીિ વરાહમિહિરે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ, પ્રદ્યુમ્ન, વિજ્યનંદિ નામોની સાથોસાથ લાટાચાર્યને પણ આધારભૂત પ્રમાણ માન્યા છે.
૧૬. અધાવબોધતીર્થ અધાવધતીર્થ ભરૂચ નગરમાં હતું, એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :
ભૃગુપુર( ભરૂચ)માં જિતશત્રુ રાજાએ અશ્વમેધ યજ્ઞ કરવાનો આરંભ કર્યો. એમાં છેલ્લા દિવસે હોમવા માટે એક જાતિમાન ઘડાને લાવવામાં આવ્યું. રેવા નદીનાં દર્શનથી એ ઘોડાને જતિસ્મરણ જ્ઞાન થયું. - વીસમા તીર્થકર મુનિ સુવતવામી પૂર્વભવના મિત્ર એ અશ્વને પ્રતિબોધ કરવા પ્રતિષ્ઠાનપુર(પૈઠણ)થી ૧૨૦ ગાઉનો ઉગ્ર વિહાર કરી ભરૂચમાં આવ્યા.
જિતશત્રુ રાજા એ અશ્વની સાથે ભગવંતને વંદન કરવા આવ્યો. રાજવીએ યજ્ઞનું ફળ પૂછયું. ભગવંતે પ્રાણીને વધથી નરકનું ફળ બતાવ્યું. એ સમયે પેલા અશ્વને આંખમાં આંસુ આવ્યાં. રાજાએ કારણ પૂછતાં ભગવંતે એને પૂર્વભવ કહેવા માંડ્યો : | ચંપાનગરીમાં સુરસિદે નામે રાજ હતો તેને અતિસાર નામે પરમ મિત્ર હતો. સુરસિદ્ધ દીક્ષા લીધી. એ કાળધર્મ પામી દેવ થયો. ત્યાંથી ચ્યવી તીર્થ કરરૂપે મારે અવતાર થયે.