Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મૌચ કાલથી ગુપ્તકાલ
[ પરિ.
મતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે સા`વાહ થયેા. એ મિથ્યાદષ્ટિ હાવા છતાં વિનીત હતા. એણે એક શિવાલય બંધાવ્યું હતુ. એક વેળા જિનધ નામના શ્રાવક મિત્ર સાથે એ એક જૈનાચાર્ય પાસે ગયા. એમણે જિનાલય બંધાવવાથી થતા પુણ્ય વિશે ઉપદેશ આપ્યા. એ ઉપદેશથી એણે સુવર્ણમય જિનપ્રતિમા બનાવી અને એ ત્રણે કા એની પૂજા કરતા હતેા.
૫૦૨]
ઉત્તરાયણના દિવસે લિંગપૂરણ પ` ઊજવાતું. એ દિવસે સાગરદત્ત એના શિવાલયમાં ગયા. ત્યાં જટિલ તાપસેાએ થ્રીની લિંગપ્રતિમા બનાવી. ઘીના કારણે અનેક કીડીએ ત્યાં આવી. જટિલ તાપસેાએ એને નિર્દય રીતે કચડી નાખી. આ જોઈ સાગરદત્ત એમના ધર્મની નિંદા કરી. જિટલેાએ એના ભારે તિરસ્કાર કર્યાં. એ દિવસથી એ સાવહુ કૃપણ બની ધવિમુખ થયા, આથી એણે તિય ચનું આયુધ બાંધ્યું તે એને બીજા ભવમાં અશ્ર્વરૂપે અવતાર થયા. એને ઉપદેશ આપવા હું અહીં આવ્યા છું.
છ મહિના પછી એ અશ્વ મરણ પામ દેવ થયા. અવધિજ્ઞાનથ પોતાને પૂર્વભવ જોઈ એણે ભૃગુપુરમાં રત્નમય જિનાલય બંધાવ્યું. એમાં મૂળનાયક તરીકે મુનિ સુવ્રતરવાની અને અશ્વની પ્રતિમા સ્થાપન કરી તેથી આ તીનું નામ ‘અધાવખેાધતી' પડયું.૪૦
૧૭. શકુનિકાવિહાર
ભરૂચમાં આવેલું અશ્ચાવખાધી ‘શકુનિકાવિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું એ વિશેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે :
સિંહલદીપના સિંહપુર નામે નગરમાં ચંદ્રગુપ્ત રાન્ત અને ચંદ્રલેખા નામે રાણીને સાત પુત્રા ઉપર સુદના નામે પુત્રી જન્મી. એ વિદ્યા અને કલાએ ભણી યુવાવસ્થામાં આવી.
એકદા ધનેશ્વર નામના સાર્થવાહ ભરૂચથી કેટલાંક વહાણામાં કરિયાણુ, ભરીને સિંહલદીપ ઊતર્યાં અને રાજા પાસે આવ્યેા. રાજકન્યા સુદર્શના રાજા પાસે ખેડી હતી. સૂંઠ, મરી વગેરેના નમૂના બતાવતાં ધનેશ્વરને છીંક આવી ત્યાં એ “ નમા અરિહંતાણું '' પદ્મ ખેા. આ પદ સાંભળી સુશનાને મૂર્ખ આવી ગઈ.
રાજા તે વાણિયા ઉપર રાષે ભરાયા. સુશનાને ચેતના આવતાં એણે જાતિસ્મરણજ્ઞાનથી ‘ધનેશ્વર તા મારા ધર્માંબધું છે' એમ કહી એને છેડાવ્યા. રાજાએ કારણ પૂછતાં સુદર્શના પેાતાના પૂર્વભવ કહેવા લાગી :