Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૬૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ.
વેપારી ચીજોના વિનિમયમાં રોકાઈ, દરિયામાંથી પોતાનું ગુજરાન મેળવતા તરીકે વર્ણવ્યા છે. એ વળી અવલોકે છે કે ઈરાનનાં શહેરમાં હિંદુઓ વસ્યા હતા ને પોતાના ધર્મનું પૂર્ણ આચરણ ભોગવતા હતા (Reinaud's Abulfeda, ccclxxxv ). શરૂઆતના (ઈ. સ. ૬૩૭-૭૭૦) મુસ્લિમ દરિયાઈ હુમલાઓમાં અરબ નહિ, પણ જાતનું વર્ચસ હતું, એ વાત, આ દરિયાખેડુ સાહસે અરબસ્તાનમાં નહિ, પણ ઈરાની અખાતના જાટ-વસ્તીવાળા કિનારાઓમાં શરૂ થયેલાં, ૫૦ થી વધુ વર્ષથી રાજ્યના અરબ વડાઓ તેઓને મનાઈ કરતા ને ભૂમધ્યમાં જ્યાં નેટ તવ નહતું ત્યાં અરબો દરિયામાં સત્તાહીન હતા એ હકીકત વડે ઘણી સંભવિત થાય છે (Elliot, I. 416, 417 સરખાવો). ૭ મી અને ૮ મી સદીઓમાં જ્યારે ગુજરાતથી જોવા અને કંબોડિયામાં દરિયાવાટે મુખ્ય દેશાંતરગમન થયાં ત્યારે ચીની કાફલાઓએ દીવની મુલાકાત લીધી (Yule's Cathay, LXXIX), ને ઈ. સ. ૭૫૯ માં અરબો અને ઈરાનીઓએ કેન્ટીનને ઘેરો ઘાલ્યો અને દરિયાવાટે જતાં અને પાછા ફરતાં કોઠારોને લૂંટથી એ હકીકત સૂચવે છે કે જાટ લોકો નાવિકો તેમજ ચાંચિયા હતા.*
* પછીના સમયે (ઈ. સ. ૧૩૪૨) ચાંચિયાઓ સામેના રક્ષણકાર તરીકે એબિસિનિયનોના સંરક્ષણ સાથે કંદહાર(ભરૂચની ઉત્તરે આવેલ ગંધાર)થી ચીનની સફરે ગયેલું ઇન્ન બતુતાનું મોટું વહાણ સરખા (Reinaud's Abulgeda, clxxv).
સિંધ, કચ્છ અને ગુજરાતના સમુદ્રતટે પર જટ ઉપરાંત ઉત્તરની આગંતુક જનજાતિ. ઓમાંની કેટલીય જતિઓ દરિયામાં નોંધપાત્ર ઉત્સાહ દાખવતી, એ યાદ રાખવાનું છે કે થાણાના અંકશાસ્ત્રીય અહેવાલમાં આપેલી વિગતો (Bombay Gazetteer, XIII, Part II, 433) મુજબ દરિયાઈ સાહસને આ નોંધપાત્ર ઊભરો ઉત્તરના આગંતુક લોકોના જેમને લઈને જ નહિ, પણ એ હકીકતને લઈને હશે કે એમાંના કેટલાક, કદાચ લોહકામ કરતા પ્રસિદ્ધ તુર્કો (ઈ. સ. ૫૮૦-૬૮૦) પોતાની સાથે લોહચુંબકનું જ્ઞાન લાવ્યા ને ધાર્મિક કૌશલ અને ગુપ્તતા ધરાવતા સ્થાનિક શ્રમણોએ સળિયાને દૈવી મચ્છી-યંત્રનો ઘાટ આપે; તેલની કથરોટમાં તરતા એ યંત્ર સાથે એ વહાણના કોઈ ખાનગી ભાગમાં મસલત કરતો ને જ્યારે તારાઓ છુપાઈ જતા ત્યારે નાવિકને કઈ દિશામાં હંકારવું એ બાબત દોરવણી આપતો. આગંતુક દરિયાખેડુ વર્ગોમાં, મકરાણ અને સિંધના દરિયાકિનારાઓ પર બૌદ્ધ, કર્મ અને મેર લોકો હતા ને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાઓ પર ગાઢ રીતે સંકળાયેલા મેર અને ગુજર લોકો હતા. ૭ મી અને ૮ મી સદીઓમાં ગુજર, મુખ્યત્વે ચાપ કે ચાવડા કુલના, દ્વારકા અને સોમનાથ એ બંને સ્થળોએ અને વળી અંદરના ભાગમાં, સત્તારૂઢ થયા હતા. અગાઉ નોંધ્યા પ્રમાણે, આ પરિવર્તન જોટ લેક ઈરાની અખાત અને રાતા સમુદ્રના કિનારે વસવા કેમ મથતા એ સમજાવે છે. લગભગ ઈ. સ. ૭૪૦ માં જે ચાપો કે ચાવડાઓ દઢ સદી સુધી દ્વારકા અને સોમનાથમાં સત્તા ધરાવતા હતા તેઓએ અણહિલવાડ પાટણમાં પોતાની સત્તા સ્થાપી. તેઓની અનુશ્રુતિ પ્રમાણે રાજા વનરાજે (ઈ. સ. ૭૨૦-૭૮૦) અને એના ઉત્તરાધિકારી ગરાજે (ઈ સ. ૮૦૬-૮૪૧) ચાંચિયાગીરી નાબૂદ કરવા ઘણા પ્રયત્ન કર્યા. યોગરાજના પુત્રએ