Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૯૨ ] મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પર. વળી, સિદ્ધાંતનો ઉદ્ધાર કર્યા પછી સ્કંદિલાચાર્ય અને નાગાર્જુનસૂરિ પરસ્પર મળી શક્યા નહિ, આ કારણે એમણે ઉદ્ધાર કરેલે સિદ્ધાંત તુલ્ય હોવા છતાંયે એમાં ક્યાંક કયાંક વાચના ભેદ રહી ગયે.
કંદિલાચા મથુરામાં બમણુસંઘને એકઠા કરી આગમવાચન કરી તે સ્કાંદિલી વાચના કે “માધુરી વાચના નામથી પ્રસિદ્ધિ પામી. એ જ રીતે કંદિલાચાર્યના સમયે જ વલભીમાં મળેલા શ્રમણ સંઘના પ્રમુખ આચાર્ય નાગાર્જુનસૂરિ હતા અને એમણે આપેલી વાચના “નાગાર્જુની વાચના” અગર “વાલભી વાચના” એ નામથી પ્રસિદ્ધિ પામી ૨૯
માધુરી વાચના વીર નિર્વાણથી ૮ ૨૭ અને ૮૪૦ ની વચ્ચે કોઈ વર્ષ થઈ૩૦ વલભી વાચના પણ એ જ સમયે થઈ
૧૧. સિદ્ધસેનસૂરિ વૃદ્ધાવાદિસૂરે અને સિદ્ધસેનસૂરિના ભરૂચના પ્રસંગેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે :
ગૌડ દેશના કેશલા ગામના રહેવાસી મુકુંદ બ્રાહ્મણે આય કંદિલસૂરિ પાસે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી હતી. મુકુંદ મુનિએ ભરૂચમાં “નાલિકેલવસતિ,” (નારિયેળ પાડા) નામના ચેત્યમાં બેસી કરેલી આરાધનાથી સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવી વાદશક્તિ પ્રાપ્ત કરી તેથી એમને આચાર્યપદવી પ્રાપ્ત થતાં એમણે રદ્ધવાદિસરિ તરીકે નામના મેળવી
એ સમયે વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરી રહ્યો હતો.
એક દિવસે દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીના પુત્ર સિદ્ધસેન નામે વેદ પારંગત વિદ્વાન એમની પાસે આવ્યા. એમણે વૃદ્ધવાદી સાથે શાસ્ત્રાર્થ કર્યો. જે હારે તે જીતનાર શિષ્ય બને એવી શરત કબૂલ કરવામાં આવી. સિદ્ધસેનની હાર થવાથી એ એમનો કુમુદચંદ્ર નામે શિષ્ય થયા. એણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી આચાર્ય પદવી પ્રાપ્ત થતાં સિદ્ધસેનસૂરિ' નામથી ખ્યાતિ મેળવી. કવિત્વશક્તિથી વિક્રમાદિત્ય રાજાને પ્રસન્ન કરી, દિવાકર'નું બિરુદ મેળવી રાજસભામાં સ્થાન પ્રાપ્ત કર્યું.
એકદા સિદ્ધસેનસૂરિએ રાજાને પૂછીને ઉજયિનીથી પ્રતિષ્ઠાન તરફ વિહાર કર્યો. તેઓ ભરૂચને સીમાડે પહોંચ્યા ત્યારે ત્યાં ગોવાળિયા એકઠા થઈને એમની પાસે આવ્યા અને ધર્મોપદેશ કરવાની આચાર્યને વિનંતી કરી, એ