Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આનુકૃતિક વૃત્તાંત
[ ૪૯૩ ઉપરથી એમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ધર્મોપદેશ કર્યો. પાછળથી એ લેકેએ એ ધર્મોપદેશના સ્થળે સંસ્મરણરૂપે તાલારાસક' નામે ગામ વસાવ્યું અને જેનેએ ત્યાં જિનાલય પણ બંધાવ્યું હતું.
પછીથી સિદ્ધસેનસૂરિ ભરૂચમાં ગયા તે વખતે ત્યાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા રાજય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. એ જ અવસરે ભરૂચના ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો, પણ સિદ્ધસેનસૂરિએ સર્વપપ્રયોગથી સૈનિકે બનાવી આપીને એને બચાવી લીધું. આ ઉપરથી એમનું સિદ્ધસેન’ નામ સાર્થક કરી બતાવ્યું.
આ. હેમચંદ્રસૂરિએ “સિદ્ધ વય: - કવિઓમાં સિદ્ધસેનસૂરિ સર્વોત્તમ કવિ છે' એમ કહીને એમને અંજલિ અપ છે.
એમણે ન્યાયાવતાર, સમતિ પ્રકરણ અને દ્રાવિંશદ્ધાત્રિશિકા વગેરે ગ્રંથ રચેલા પ્રાપ્ત થાય છે.
૧૨. મલવાદિસૂરિ વલભી નગરના રહેવાસી મધ્યવાદિમૂરિ વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે૩૩.
મલવાદી નામના ત્રણ આચાર્યોનો પત્તો મળે છે. નામની એકતાના કારણે ત્રણે આચાર્યોના જીવનપ્રસંગ સેળભેળ થઈ ગયા છે. પ્રભાવક ચરિત'માં આ પ્રકારે ઉલ્લેખ છે :
વલભીનગરમાં દુર્લભદેવી નામની સ્ત્રીને ૧ જિનયશ, ૨ યક્ષ અને ૩ મલ્લ નામે ત્રણ પુત્ર હતા.
આ દુર્લભદેવીના ભાઈ જિનાનંદસૂરિ નામે એક જૈનાચાર્ય હતા. જિનાનંદસૂરિએ પોતાના એ ત્રણે ભાણેજને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. ત્રણે શિષ્યોને ભણાવી એમણે મોટા વિદ્વાન બનાવ્યા.
ગુરુ પાસે એક અદ્ભુત પુસ્તક હતું. એ પુસ્તકને વાંચવાનો દેવી નિષેધ હતો, કેમકે એનાથી ઉપદ્રવ થવાની સંભાવના હતી, પરંતુ મલ્લ મુનિ ભારે તેજસ્વી હોવાથી ગુરુને ભય હતો કે આ બાળ મુનિ આ પુસ્તક વાંચવા ઉતાવળા બનશે અને અનર્થ સજશે. આથી એમણે પોતાની બહેન સમક્ષ મલ્લા મુનિને એ પુસ્તક નહિ ઉઘાડવા સમજાવ્યા.