Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું] - આકૃતિક વૃત્તાંત
[૪૯ શાસ્ત્રાર્થ થે. છ મહિના સુધી અખંડ રીતે વાદ ચાલ્યા કર્યો. છેવટે બૌદ્ધ વાદી મલ મુનિના પૂર્વપક્ષ યાદ ન રાખી શકવાથી હારી ગયો. નંદને એના પરિવાર સાથે ભરૂચમાંથી ચાલ્યા જવાનો રાજા તરફથી હુકમ મળ્યો. મહરિને “વાદી' બિરુદથી અલંકૃત કરવામાં આવ્યા.
ભરૂચના સંઘે મધ્યવાદિરિનાં માતા દુર્લભદેવીને ભર્ચ બેલાવી લાવી એમનું બહુમાન કર્યું.
આ. હેમચંદ્રસૂરિએ તેથી જ કહ્યું છે કે “અનુમન્ઝવાને તજી –તાર્કિકમાં મલવાદી સર્વોત્તમ છે.'
મલવાદિસૂરિએ જે દ્વાદશાનિયચક્ર' ગ્રંથ રચ્યો તે ઉપલબ્ધ થયો છે, પરંતુ એમનાં ‘પદ્મચરિત' અને “સન્મતિટીકા' નામના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી.
મલ્લવાદિસૂરિના સત્તાકાળ વિશે “પ્રભાવચરિત'ના વિજયસિંહરિચરિતમાં આ પ્રકારે ઉલ્લેખ છે :
श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते ।
जिग्ये च मल्लवादी बौद्धांस्तद्व्यन्तरांश्चापि ॥३॥ • - મહુવાદિરિએ વીરનિર્વાણુ સં. ૮૮૪ ( વિ. સં. ૧૪, ઈ. સ. ૩૫૭૫૮)માં બૌદ્ધ અને એમના વ્યંતરને જીતી લીધા. - જિનયશ સૂરિએ પ્રમાણશાસ્ત્રને એક ગ્રંથ રચ્યો તે અલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યો. વળી, એમણે “વિશ્રાંત-વિદ્યાધર વ્યાકરણ” ઉપર ન્યાસગ્રંથની રચના કરી. યક્ષાચાર્યો યક્ષસંહિતા' નામને અષ્ટાંગ-નિમિત્તને ગ્રંથ રચ્યો હતો, પરંતુ આ બંનેના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી.
૧૩. દેવધિગણિ ક્ષમાશ્રમણ સૌરાષ્ટ્રના વલભીનગરમાં આગમને પુસ્તકારૂઢ કરનારા દેવર્ધિગણિ ક્ષમા શ્રમણના જીવન વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :
સૌરાષ્ટ્રના વેરાવળ પાટણમાં રાજાના સેવક કામધિ નામના ક્ષત્રિય અને એમની પત્ની કલાવતીના પુત્રપણે દેવધિને જન્મ થયો હતો. તે ,