Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૯૦ ]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ.
ટંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ અને એની પત્ની સુવતાને નાગાર્જુન નામે પુત્ર હતો. એણે બાલ્યાવસ્થામાં જ એક સિંહને મારીને પોતાનું ક્ષાત્રતેજ બતાવ્યું હતું. એણે ઓષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા અને સુવર્ણરસની સિદ્ધિ કરવાનો નિર્ણય કર્યો હતો, આથી એ ઓષવિઓ અને જડીબુટ્ટીઓ શોધવા માટે જંગલે, પર્વત અને ગુફાઓમાં રોજ ભમ્યા કરતો.
એક સમયે આ. પાદલિપ્તસૂરિ સૌરાષ્ટ્રનાં તીર્થોની યાત્રા કરતા કરતા ઢંકાપુરી ઢાંક)માં આવ્યા. નાગાર્જુનને આચાર્યશ્રીના આગમનના સમાચાર મળ્યા. એ જાણતો હતો કે આચાર્યશ્રી પાદલેપ દ્વારા આકાશગામી વિદ્યાથી પ્રતિદિન પાંચ તીર્થોની યાત્રા કરતા હતા.
નાગાર્જુને એક શિષ્ય મારફત પોતે સિદ્ધ કરેલા રસની કૂપિકા આચાર્યશ્રીને ભેટરૂપે મોકલી. આચાર્યો એ કૂપિકા એ શિષ્યની સામે જ પછાડીને ફોડી નાખી અને પોતાનો પેશાબ એક કાચની કૂપિકામાં ભરીને મોકલતાં જણાવ્યું કે “રસકૂપિકા આ છે. નાગાર્જુને એ ખોલીને જોતાં લાગંધવાળો પેશાબ છે એમ જાણી કૂપિકા ભાંગી નાખી, તેથી અગ્નિ પ્રગટ થતાં પેશાબવાળી બધી માટી સુવર્ણમય બની ગઈ. નાગાર્જુન તો આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયે.
એ સુરિજી પાસે આવ્યા અને આકાશગામી વિદ્યા તેમજ સુવર્ણસિદ્ધિનો આમ્નાય જાણવા સૂરિજીની સેવા કરવા લાગ્યો. એ હમેશાં આચાર્યશ્રીના લેપવાળા પગ અને સ્વાદ, રસ, ગંધ દ્વારા ૧૦૭ ઓષધિઓ ઓળખી શક્યો. પાદક્ષેપ કરી એ ડુંક. કૂકડાની જેમ ઊડ્યો. બે-ચાર વખત પડવાથી વાગ્યું ત્યારે આચાર્યશ્રીએ પૂછ્યું: “આ શું ?' પછી તે એણે બધી હકીકત કહી દીધી. આચાર્યશ્રીએ એની કુશળતાથી ખુશ થતાં ઓષવિઓને તમામ આમ્નાય બતાવી દીધે.
નાગાર્જુને પાદલિપ્તસૂરિને રસસિદ્ધિનો ઉપાય પૂછો. આચાર્યશ્રીએ જણાવ્યું કે “જે તું કાંતિપુરથી પાર્શ્વનાથની મૂર્તિ લાવીને એમની સમક્ષ રસ બાંધીશ તે જ એ બંધાશે, અન્યથા નહિ.” એ કાંતિપુર ગયે. કઈ પણ પ્રકારે આકાશમાગે પાર્શ્વનાથની મૂર્તિ લઈ આવી સેઢી નદીના કાંઠે રસ સાધતાં કોટિવેધી રસ સિદ્ધ થ. આ રસના બે કુંપા ઢાંક પર્વતની ગુફામાં એણે સંતાડ્યા હતા.
પાદલિપ્તસૂરિએ આપેલી આ વિદ્યાના બદલામાં નાગાર્જુને પોતાના ગુરુના નામસ્મરણ માટે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર (પાલીતાણા) નગર વસાવ્યું. શત્રુંજય ઉપર જિનમંદિર બંધાવી એમાં મહાવીર સ્વામીની મૂર્તિ અને ગુરુ પાદ