Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૮૦] મૌર્ય કાલથી ગુપ્તકાલ
[પરિ આથી બ્રાહ્મણધર્મ નારાયણ એટલે સમુદ્રને શિવ કે સોમનાથ એટલે સમુદ્રાધિપતિમાં ફેરવે છે. બીજાં પાસાંની જેમ આ પાસામાં ધર્મ, પ્રકૃતિની જ શક્તિઓને શરૂઆતમાં માણસે નમવું પડે છે. એની પૂજામાંથી માનવ કે અભિજ્ઞ ચિત્ત જેને કૌશલમાં તથા જ્ઞાનમાં થયેલા વિકારોએ એને શક્તિઓને સ્વામી બનાવે છે તેની પૂજામાં પસાર થાય છે. આ ઉચ્ચતર આદર્શો ઘણે અંશે ખાલી ભપકો છે. બૌદ્ધ વાર્તાકાર સરોવરને સૂકવે; એ સરોવરને નાગરાજ માટે રાખી જવાની કાળજી રાખે છે. અગ્રેસરો અને વસાહતીઓની ભયાનક લડતોની અંદર આપત્તિકાલમાં બુદ્ધનો આત્મા જતો રહે છે ને શક્તિના પૂર્વકાલીન અને વધુ અવિનાશી આત્માને ખાલી મંદિર સાંપતો જાય છે. આ શક્તિ તે નાગરાજ છે, જે સરેવરમાં લાંબા વખતથી વસ્યો છે; એ સરોવરને શાંતિ વાસ્તે બુદ્દે સૂકવી દેવાનું ટાળ્યું છે.
૬૦. મિ. ફર્ગ્યુસન (Architecture, 219) કાશ્મીરના મંદિરોને ઈ. સ. ૬૦૦ અને ૧૨૦૦ની વચ્ચે મૂકે છે ને એમાંના સહુથી મોટા એવા માર્તડ મંદિરને ઈ. સ. ૭પ૦ ના અરસામાં મૂકે છે. એ કહે છે કે પ્રશિષ્ટ તવ ખોટું હોઈ શકે નહિ. થાંભલા પાસાદાર છે. ગ્રીસનું ડેરિક સ્વરૂપ પ્રાયઃ ૪થી અને ૫ મી સદીના ગંધાર વિહારોમાં લીધેલું છે. ફર્ગ્યુસનને ખાતરી થઈ હતી (એજન, ૨૮૯) કે કાશમીરનાં મંદિરો બાંધનારાઓને ધર્મ નાગપૂજા હતો. કંબોડિયામાં બ્રાહ્મણ-અવશે જવામાંના અવશેષો જેવા હતા (એજન. ૬૬૭), પરંતુ નખનવાટ શ્રેણી અને કાશમીરનાં મંદિરો વચ્ચેનો સંબંધ અચૂક હતો (એજન, ૨૯૭, ૬૬૫). નાગપૂજન બંનેનું ધ્યેય હતું (એજન, ૬૭૭-૬૭૯). અધૂરી માહિતી ફર્ગ્યુસનને નખનવાટનો સમય તેરમી સદીથી વહેલે ન આંકવાની ફરજ પાડેલી (એજન, ૬૬૦, ૬૭૯ ). અભિલેખોને પુરાવો, જે (J. As. Ser, VI, Tom. XIX. page 190) મંદિરોની લાંબી શ્રેણીમાં સહુથી ઉત્તરકાલીન એવા આ મંદિરને સમય ૯ મી અને ૧૦ મી સદીઓ જેટલો પાછો લઈ જાય છે એ કામીરમાંના માર્તડ મંદિરના અને અંગોરમાંના મહાન નખોનવાટ મંદિરના નિર્માતાઓ વચ્ચે રહેલા કોઈ સીધો સંબંધની સંભાવનામાં ઘણો ઉમેરો કરે છે.
49. Ency. Brit. Art. Tibet, 344 52. Ency. Brit. Art. Cambodia ૬૩. Yule's Marco Polo, II. 45, 47