Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મૌર્યકાલથી ગુપતકાલ
[પરિ.
૫. વજસેનસૂરેિ અને જિનદત્ત શ્રેષ્ઠી એક વખત માટે બારવણી દુકાળ પડતાં સાધુઓને ભિક્ષા મેળવવાની મુશ્કેલી પડવા લાગી, આથી આર્ય વજીસ્વામી રાવર્ત ગિરિ ૧૬ ઉપર અનશન કરવા જઈ રહ્યા હતા તે વખતે એમણે પોતાના શિષ્ય વસેનાચાર્યાને જણાવ્યું કે જે દિવસે તમને શસહસ્ત્ર મૂલ્યવાળા પાકની ભિક્ષા મળે તેના બીજા દિવસથી સુકાળ થશે. કેટલાક સમય પછી વજસેનાચાર્ય વિહાર કરતા સોપારક નગરમાં આવ્યા.
અહીં સોપારકમાં જિનદત્ત નામે શ્રેષ્ઠી અને એની ઈશ્વરી નામે પત્ની વસતાં હતાં. અનાજ ન મળવાથી એમનું આખું કુટુંબ ભારે વિટંબણુ ભગવતું હતું, આથી એમણે આવા દુ:ખથી કંટાળી જીવનનો અંત લાવવા વિચાર કર્યો. છેવટનો લક્ષ મૂલ્યનો પાક રાંધી ઈશ્વરી એમાં વિષ નાખવાનો વિચાર કરી રહી હતી ત્યારે વજસેનાચાર્ય ત્યાં ભિક્ષા માટે આવી ચડ્યા. ઈશ્વરીએ પ્રમુદિત મનથી એ પાક એમને વહોરાવ્યા ને બધી વાત આચાર્ય આગળ નિવેદિત કરી ત્યારે ગુરુએ જે આગાહી કરી હતી તે મુજબ વજસેનાચાર્યે એમને કહ્યું: “હવે તમારે વ્યાકુળ થવાની જરૂર નથી, કેમકે આવતી કાલથી સુકાળ થશે.” એને બીજે જ દિવસે અનાજથી ભરેલાં વહાણ સોપારક બંદરે આવી પહોંચ્યાં. બધા લેક નિશ્ચિત થયા.
શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરી બંનેએ પોતાના ચાર પુત્રો 1. નાક, ૨. ચંદ્ર, ૩. નિતિ અને ૪. વિદ્યાધરની સાથે આ. વજનસૂરિ પાસે દીક્ષા લીધી. એ ચાર નાગે, ચંદ્ર, નિતિ અને વિદ્યાધર એ નામથી સાધુઓની ચાર શાખા શરૂ થઈ. ૧૭
આર્ય વજીસ્વામીનો જન્મ વીર નિ. સં. ૪૯૬ (વિ. સં. ૨૬, ઈ. પૂ.૩૦) માં અને સ્વર્ગવાસ વીર નિ. સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪, ઈ. સ. ૧૮)માં થયો હતો ૧૮ એ ઉપરથી વજસેનનો સમય પણ એ જ ( બીજી શતાબ્દી) મનાય.
૬. નવાહન
ભરુકચ્છ( ભરૂચ)માં નવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. એનો ખજાનો બહુ મેટો હતો. એ સમયે દક્ષિણમાં ગોદાવરી નદીના કાંઠે આવેલા પ્રતિષ્ઠાન પૈઠણીમાં શાલિવાહન૧૯ નામે બલિ રાજા હતો તેની પાસે સૈન્યબળ બહુ મોટું હતું. નવાહન અને શાલિવાહન બંને એકબીજાના શત્રુ હતા.