Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શું] આકૃતિક વૃત્તાતે
[૪૮૭ શાલિવાહન પ્રત્યેક વર્ષે નવાહન ઉપર ચડાઈ કરતો, પરંતુ નવાહન પોતાના સૈનિકોને યથેષ્ઠ દ્રવ્ય આપતો હતો અને જે સૈનિક શત્રુ સૈનિકનાં હાથ અને મસ્તક કાપીને લાવતે તેનું વિશેષ સંમાન કરૉ હતો. પરિણામે શાલિવાહનનું સૈન્ય હારી જતું અને એને રણમેદાન મૂકીને ભાગી જવું પડતું.
એક દિવસે શાલિવાહનના મંત્રીએ રાજાને સલાહ આપતાં જણાવ્યું કે “રાજન ! આ રીતે નવાહનને હરાવવો સંભવિત નથી; કેઈ યુતિથી જ એને પરાસ્ત કરી શકાય. મને એમ સૂઝે છે કે તમે મારા ઉપર કોઈ દોષારોપણ કરી મને દેશવટો આપો.” પછી તો એક પશ્ચંત્ર રચીને મંત્રીને રાજ્યમાંથી નિર્વાસિત કરી દેવામાં આવ્યું. મંત્રી ભરકચ્છ તરફ રવાના થય ને એણે એક મંદિરમાં જઈને નિવાસ કર્યો. સામંતરાજમાં એ વાત બધે પ્રસરી ગઈ કે શાલિવાહને પોતાના મંત્રીને કાઢી મૂક્યો છે. આ વાતની ખબર જ્યારે નભોવાહનને પડી ત્યારે એણે પિતાના અધિકારીઓ મારફત મંત્રીને બોલાવ્યો અને મંત્રી–પદ સ્વીકારવા નિમંત્રણ મોકલ્યું. પહેલાં તો મંત્રીએ આનાકાની કરી, પણ જ્યારે નોવાહને પોતે આવીને મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો ત્યાર એ તૈયાર થયો.
મંત્રીએ ધીમે ધીમે રાજકુટુંબમાં પોતાનો વિશ્વાસ જમાવવા માંડ્યો, આથી બધા એને આદરની દષ્ટિએ જોવા લાગ્યા. પછી તો એણે રાજાને પુણ્યકાર્યો કરવાની સલાહ આપી રાજકોશના દ્રવ્યથી સ્તૂપ, મંદિર, તળાવ, વાવ, કૂવા વગેરે બનાવવા ખર્ચ કરવા માંડ્યું.
મંત્રીએ ગુપ્તચર દ્વારા શાલિવાહનને પત્ર મોકલી જણાવ્યું કે “હવે શત્રુ પર ચડાઈ કરે.” ખબર મળતાં જ શાલિવાહને ભરુકચ્છને ચારે તરફથી ઘેરી લઈ યુદ્ધ કર્યું, પરંતુ નોવાહનની પાસે હજીયે ખજાનામાં પુષ્કળ દ્રવ્ય હતું અને એણે પોતાના સૈનિકોને ખૂબ કબ આપ્યું, પરિણામે શાલિવાહનને પરાજિત થઈ પાછા ફરવું પડયું.
પછી એ મંત્રીએ રાજકોશનું દ્રવ્ય વિશેષરૂપે ખરચવા માંડયું. આ વખતે એણે રાણીઓ માટે કિંમતી આભૂષણો કરાવી આપ્યાં. પછી મંત્રીએ ફરીથી શાલિવાહનને પત્ર મોકલી ચડાઈ કરવા સૂચવ્યું. શાલિવાહન આ વખતે ભારે તૈયારી સાથે આવ્યું. રાજાનો ખજાનો ખાલી થઈ ચૂકયો હતો તેથી એની સેના હારી ગઈ અને ભરૂચ ઉપર શાલિવાહનને અધિકાર થઈ ગયે.
ઇતિહાસમાં પ્રસિદ્ધ પશ્ચિમ ભારતને ક્ષહરાતવંશીય શક ક્ષત્રપ નહપાન તે જ આગમોમાં ઉલિખિત નવાહન છે.૨૦ એ ઈ. સ. ના બીજા શતકમાં વિદ્યભાન હતો. ૨૧