Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૮૪ ]
મૌર્ય કાલથી ગુપ્તકાલ
[ પરિ.
લેવાના વિચાર થતાં આચાય શ્રીએ એને પેાતાનો શિષ્ય બનાવ્યા હતા. આ પ્રસંગથી ગંગદેવ પુરાહિતે રાજાને ભરમાવી ખટપટ ઊભી કરી. પિરણામે કાલકાચાય ચામાસામાં જ વિહાર કરીને પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરી ગયા હતા, ત્યાંના રાજાની વિનંતીથી એમણે પાંચમને બદલે ચતુર્થીના દિવસે પ પણાનું સાંવત્સરિક પર્વ ઊજવ્યું હતું . ૧૧
૪.
આ ખપુટાચા
જેમની વિહારભૂમિ ભરૂચ, ગુરુશસ્ત્રપુર૧ર આદિ પ્રદેશમાં હતી તે આય ખપુરાચાય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :
આય` ખપુટાચા એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્યાં હતા. એમણે પેાતાની મંત્રવિદ્યાને ઉપયાગ જૈન શાસનની સુરક્ષા ખાતર જ કર્યાં હતા. એ વિશે કેટલાક પ્રસંગે આ પ્રકારે છે :
વિંધ્યાચલની ભૂમિમાં લાટ દેશમાં આવેલી રેવા નદીને કિનારે વસેલા ભૃગુકચ્છ નગરમાં જ્યારે કાલકાચા ના ભાણેજ મિત્ર રાજા હતે। ત્યારે આ ખપુટાચા` એ નગરમાં વિદ્યમાન હતા. એમણે સ` સંધ સમક્ષ બૌદ્ધોને વાદમાં પરાજિત કર્યા હતા.
ગુડશસ્ત્રપુરને બહુકર નામના બોદ્ધ આચાર્ય જૈન આચાય સાથે વાદ કરવા ભરૂચ આવ્યા, પણ વાદમાં એ પરાજિત થતાં ક્રેાધાવેશમાં અનશન કરી, કાળધર્મ પામી યક્ષપણે ઉત્પન્ન થયા. એ ગુડાસ્ત્રપુરમાં રહેલા જૈન સંઘના સાધુએને પજવવા લાગ્યા. ત્યાંના સંધે આ ખપુટાચા પાસે બે સાધુએ દારા બધા સમાચાર મેાકલ્યા.
આ ખપુરાચાના ભાણેજ ભુવન મુનિ નામે એમના શિષ્ય હતા. એ એવા તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા કે એક વાર સાંભળવા માત્રથી ગમે તે વિદ્યા શીખી લેતા. એ શિષ્યને એમણે આના કરતાં કહ્યું : ‘વત્સ ! હું ગુડસ્ત્રપુર જઉ છું. તુ કુતૂહલથી પણ આ ખાપરીને કદી ઉઘાડીને જોઈશ નહિ.'
આચાય ગુડશસ્ત્રપુર ગયા, ખંડુકર યક્ષના મંદિરમાં પ્રદેશ કરી વસ્ત્ર એઢીને સૂઈ ગયા. પૂજારી આવ્યા, પણ તે ઊઠયા નહિ. પછી તે રાજાના આદેશથી એમના ઉપર રાજસેવકે લાકડીએથી પ્રહાર કરવા લાગ્યા ત્યારે એ પ્રહાર સીધા અંત:પુરની રાણીને વાગવા લાગ્યા. ભારે કાલાહલ મચી