Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૪
આનુશ્રુતિક વૃત્તાંત ૧. આર્ય સમુદ્ર આચાર્ય અને આર્ય મંગૂ આચાર્ય
સોપારા જેમની વિહારભૂમિ હતી તેવા આર્ય સમુદ્ર આચાર્ય અને આર્ય મંગૂ આચાર્ય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે?
નંદિસૂત્ર”ની “સ્થવિરાવલી"માં આર્ય સમુદ્ર પછી આર્ય મંગૂને વંદન કર્યા છે એ ઉપરથી જણાય છે કે આર્ય સમુદ્ર આર્ય મંગૂના ગુરુ હતા.
આર્ય સમુદ્ર શરીરે દુર્બળ હતા એ કારણે આહારની વાનીઓ જુદા જુદા માત્રક(નાને પાત્ર)માં લેવામાં આવતી હતી, જ્યારે આય મંગૂ બંધી ચીજો એક જ પાત્રમાં લેતા હતા. જુદા જુદા પાત્રમાં લાવેલી વાનીઓને તેઓ ઉપયોગ કરતા નહોતા.
એક વાર બંને આચાર્ય વિહાર કરતા સોપારક ગયા. બંને આચાર્યોની ગોચરી વહેરવાની રીતભાતમાં ભેદ જોઈ ત્યાંના બે શ્રાવકે, જે પૈકી એક ગાડાં હાંકતો હતો અને બીજો દારૂ ગાળવાનો ધંધો કરતો હતો તે, બંનેએ આર્ય મંગૂ પાસે આવીને પૂછયું ત્યારે આર્ય મંગૂએ ગાડાવાળા શ્રાવકને ખુલાસો આપતા કહ્યું : હે શાકટિક ! તમારું જે ગાડું દૂબળું હોય તેને દોરડાથી કસીને બાંધે તો જ એ ચાલી શકે છે. બાંધ્યા વિના એને ચલાવવામાં આવે તો એ તૂટી પડે. મજબૂત ગાડું બાંધ્યા વિના ચાલી શકે એટલે એને તમે બાંધતા નથી.
પછી બીજા શ્રાવક વકટિકા એટલે દારૂ ગાળનાર ને એને ય દષ્ટાંત આપી એમણે સમજાવ્યું કે તમારી જે કૂંડી દૂબળી હોય તેને તમે વાંસની પેટીઓથી બાંધીને પછી એમાં તમે મધ ભરો છે, પણ મજબૂત કૂંડીને બાંધવાની જરૂરત પડતી નથી, તેમ આર્ય સમુદ્ર દૂબળા ગાડા જેવા અગર દૂબળી કુંડી જેવા છે, જ્યારે અમે મજબૂત ગાડા અગર કૂડી જેવા છીએ. આર્ય સમુદ્ર
૪૮૧