Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૭૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ.
" ccclxxxvii), ૧૦ મી સદીની શરૂઆતમાં (ઈ. સ. ૯૧૫–૯૩૦) મસૂદી (Yules
Marco Polo, II, 344; Elliot, I, 65) સોકોત્રાને જે હિંદ અને ચીન જવા નીકળેલાં અરબ વહાણોને પીછો પકડે છે તે બવારીજ કહેવાતા હિંદી ચાંચિયાઓના જાણુતા અખાડા તરીકે વર્ણવે છે. ૧૦ મી સદીના આરંભના વેપારી કાફલા માત્ર અરબ નહોતા. અણહિલવાડના ચીરો ભોટ અને ચીનમાં કાફલા મોકલતા (Ras Mala, I, 11). ને મેર અને ચૌર એ એકલા જ ચાંચિયા નહોતા. ૧૦ મી સદીની આખર તરફના સમયે (ઈ. સ. ૯૮૦) કથામાં ગ્રહરિપુ તરીકે ઓળખાતો ગ્રહરિ ચૂડાસમા, સોરઠ અને ગિરનારનો આહીર, મહાસાગરમાં એટલો બધે આવજા કરતો કે કોઈ સલામત નહોતું (Ditto, I 11). ૧૧ મી સદીમાં (ઈ. સ. ૧૦૨૧) અલ બેરુની (Sachau, II, 104) નોંધે છે કે બવારિજ, જેનું નામ બેહરા કે બીરા નામની તેમની હોડીઓ પરથી પડેલું છે તે કચ્છના અને સોમનાથના મેર નામે દરિયાખેડુ લોકો હતા; સોમનાથ પૂર્વ આફ્રિકામાંના સોફાલા અને ચીનની વચ્ચે વેપાર કરતા વેપારીઓ માટેનું મુલાકાતી મથક હતું. લગભગ એ સમયે (ઈ. સ. ૧૦૨૫) જ્યારે ગઝનીના મહમૂદને સામનો કરવામાં નિરાશ થયા ત્યારે સોમનાથના સંરક્ષકો દરિયાવાટે પલાયન થવા તૈયાર થયા,+ ને પિતાની ફતેહ પછી મહમૂદે સિલોન જીતવા દરિયાવાટે ચડાઈ કરવી જ હોવાનું કહેવાય છે (Tod's Rajasthan. I. 108). બારમી સદીમાં દ્રિસી (ઈ. સ. ૧૧૩૫) અવલોકે છે કે તાતરીય દિહરામી, એટલે કે ગુપ્તો (ઈ. સ. ૩૧૯-૫૦૦) અને વેત હુણે(ઈ. સ. ૫૦૦-૫૮૦ )ના સિંધ અને ગુજરાતના સિક્કા માડાગાસ્કર તેમજ મલાયા ટાપુઓમાં ચલણમાં હતા (Reinaud's Memoires, 236 ), ને જાવાના વેપારીઓ માડાગાસ્કરના લોકોને સમજી શકતા (Ditto, Abulfeda, cclxxii). *
| અબુલફેડા અનુસાર ઈ. સ. ૧૩૩૪ માં (Reinaud's Abulfeda, cccxlix) ઘેરાયેલામાંના કેટલાક સિલોન નાસી ગયા. ફરિસ્તાહ (Briggs Muhammadan Power, I, 75) લખે છે કે સોમનાથના પતન પછી મહમૂદ સિલોન અને પેગુ જીતવા કાલે રવાના કરવા માગતો હતો. બર્ડ અનુસાર (Mirat-i-Ahmedi, 146) સિલોન કે સિરનદીપ રાજા વિજયબાહુ સ્વતંત્ર થયો ત્યાંસુધી સોમનાથના તાબાને મુલક રહ્યું
એ બે ભાષાઓનું સાધારણ તવ માડાગાસ્કરમાં તેમજ જાવા અને બોડિયામાં ગુજરાતની થયેલી વસાહતોનું પરિણામ થયેલું હોવું જોઈએ, પરંતુ આ શંકાસ્પદ છે, કેમકે એ સાધારણ તવ કાંતો અરબી કાંતો પોલિશિયન હોય.
અણહિલવાડની સત્તાની પડતી થતાં (ઈ. સ. ૧૨૫૦-૧૩૦૦) એનું નૌકાદળ સમુદ્રમાં વ્યવસ્થા જાળવતું બંધ થયું. ઈ. સ. ૧૨૯૦ માં માર્કો પોલોને (Yule's Ed. II, 325, 328, 341) ગુજરાતના લોકો સહુથી વધુ મરણિયા ચાંચિયા હોવાનું માલુમ પડેલું. સૌથી વધુ ચાંચિયા વહાણો દર વર્ષે પોતાની સાથે પોતાનાં બૈરાંછોકરાં લઈને રવાના થતાં ને આખો ઉનાળો બહાર રહેતાં. તેઓ ૨૦ થી ૩૦ કાફલાઓમાં જોડાતાં ને પાંચ