Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
જાવા અને કડિયા
[૪૫
રૂમના કાફલાના અમુક ઉલ્લેખ અરબ અલ-રમીના અર્થાત્ લંબરી કે વાયવ્ય સુમાત્રાના, સ્પષ્ટતઃ મલબાર કાંઠાના કાસ્બિયન લઘુગ્રંથનું રોમાનિયાના કાફલાઓને લાગુ પડે છે (Yule's Cathay I, LXXXIX Note and Marco Polo II, 243.).
6. $42400Architecture, III., 640; Ency. Brit., Cambodia ni ya સરખાવો.
૮. Java I, All. ફર્ગ્યુસનનું Architecture, III, 640 સરખા.
6. Four. Roy. As. Soc. (N.S.) I, 356 ni ya na sezidaj Architectaare, III, 631 જ .
૧૦. જાવાના અવશે વિશે મિ. ફર્ગ્યુસન લખે છે ( Architecture, III, 64– 648) : બેરો બોદ્દોરના મહામંદિરના સ્થાપત્યનાં શૈલી તથા લક્ષણ અજંટાની પશ્ચિમ ઘાટ પરની અને સાલસેટની અનુકાલીન ગુફાઓનાં શૈલી તથા લક્ષણ સાથે લગભગ મળતાં આવે છે. શૈલીનું સામ્ય ગંધારના તખ્ત-ઈ-બહીનાં મકાનો સાથે લગભગ સરખી નિકટતા ધરાવે છે (એજન, ૬૪૭). વળી (પૃ. ૬૩૭) એ કહે છે: જાવામાં આવેલા હિંદુઓ હિંદના પશ્ચિમ કિનારેથી આવેલા. તેઓ સિંધુની ખીણમાંથી આવેલા, ગંગાની ખીણમાંથી નહિ. વળી ફરી, અજ ટા ગુફાઓમાંની ન. ૧૬ નું વર્ણન કરતાં, મિ. ફર્ગ્યુસન અને મિ. બસ ( Rock-Cut Temples, 345, Note 1). લખે છે: આ આકૃતિઓની રચના જાવામાંના બોર બોદ્દોર મંદિરમાંની સાથે એવી લગભગ એકસરખી છે કે બંને ૭ મી સદીના ઉત્તરાર્ધમાં કે કાંઈક પછીના સમયમાં એક જ શિલ્પીએ કરેલી કૃતિઓ હોવી જોઈએ. બૌદ્ધો ૫ મી સદીમાં જાવામાં નહોતા. તેઓ એ પછી જલદી જવા લાગ્યા હશે, કેમકે બોર બેદ્દોરમાં ગણનાપાત્ર સ્થાનિક તત્વ રહેલું છે.
૧૧. દરિયાવાટની જાવાની સફરોને લગતી અનુશ્રુતિઓ મારવાડમાં રહેલી છે. એપ્રિલ ૧૮૯૫ માં ભીનમાલમાં એક ભાટે ઉજનના ભોજ રાજાએ પોતાના પુત્ર ચંદ્રબન પર ગુસ્સે થઈ એને કેવી રીતે કાઢી મૂક્યો એ નિરૂપેલું. એ પુત્ર ગુજરાત કે કાઠિયાવાડના બંદરે ગયો, એણે ત્યાં વહાણ મેળવ્યાં ને જાવા તરફ હંકાર્યો. એણે પોતાની સાથે પોતાના બ્રાહ્મણ તરીકે માધ પંડિતના પુત્રને લીધો. બીજી કથા દુઃખભંજક વિકમે, પિતાને પુત્ર શત્રુના શાપથી શિલામાં ફેરવાઈ જતાં, વિલાપ કરતી જાવાની સ્ત્રીને કેવી રીતે સ્વપ્નમાં જોઈએ કહે છે. વિક્રમ સફર કરી જોવા ગયો, એણે ત્યાં એ સ્ત્રીને શોધી કાઢી અને શાપ દૂર કર્યો. ત્રીજી દંતકથા પ્રમાણે વર પરમારના પૌત્ર ચંદ્રવને સ્વપ્નમાં એક સુંદર સ્ત્રી જોઈ. એણે એની શોધમાં બધે પ્રવાસ કર્યો. છેવટે એક ઋષિએ એને કહ્યું કે એ છોકરી જોવામાં રહે છે. એણે દરિયાવાટે પ્રયાણ કર્યું ને ઘણું ભયે અને વિસ્મયે પછી એણે જાવામાં સ્વકુમારીને શોધી કાઢી. ભીનમાલના લોકે નીચે જણાવેલી ગુજરાતી કહેવતથી માહિતગાર છે. જે જાય જાવે તે કદી નહિ આવે; આવે તો સાત પિઢી બૈઠકે ખાવે.
૧૨. બીજી વાચના છે :
ઈ-૨-૩૦