Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જુ]
શ્રીકા અને રામને એ નિરૂપિત પશ્ચિમ ભારત
[૪૫
તેા ૯૦ જેટલી ખરેખર ગણાવે પણ છે, જેમાં એરિયને દર્શાવેલી છ કે ૮ વધુ ટાળીઓને ઉમેરી શકાય. એ વાત સાચી છે કે પ્લિની સ્પષ્ટ રીતે એમ કહેતા નથી કે પેાતાની ભૌગોલિક વિગતા એણે મેગેસ્થિનીસમાંથી લીધેલી છે અને પેાતે ભારત વિશે ગ્રંથ લખનાર સેનેકામાંથી અવતરણા આપે છે, પણ સેનેકા સુધ્ધાં (પ્લિની ૬, ૧૭) ટોળીએની સંખ્યા ૧૧૮ ગણાવે છે, જેમાં એ મેગેસ્થિનીસને અનુસર્યા હોવા જોઈએ. વળી પ્લિની કહે છે (એજન) કે પ્રત્યેક પ્રજાનાં લશ્કરી દળેાના વૃત્તાંત મેગેસ્થિનીસ અને દાયાનીસિયસ જેવા લેખક ભારતીય રાજાએ સાથે રહ્યા હતા તેમણે આપેલા છે; અને એણે પેાતાના ૬ ટ્ટા ગ્રંથ માટેના આધારાની જે યાદી આપેલી છે તેમાં એ દાયાનિસિયસના ઉલ્લેખ કરતા નથી, એ ઉપરથી એમ ફલિત થાય છે કે એણે પોતાના વૃત્તાંત મેગેસ્થિનીસમાંથી જ તારવેલા હોવા જોઈ એ. ગ`ગારિડી, મેદોલિંગ, અન્નારી, પ્રાસી, મેગલ્લઈ, અસ્નેગી, એરેટી, સારાટરાટી, એટાચુલા, ચારની અને પાન્ડી (૬, ૧૯) વગેરે દળેનાં નામ હોવાં છે જે, નીચે દશાવ્યું છે તે પ્રમાણે, ભારતના બધા ભાગાનું જ્ઞાન પ્રદર્શિત કરે છે. બાકીનાં જે નામેાના પ્લિનીએ ઉલ્લેખ કર્યાં છે તે એણે મેગેન્થિનીસમાંથી, કદાચ સેનેકાના ગ્રંથના માધ્યમ દ્વારા, લીધેલાં હોવાં જોઈ એ એ અનુમાન સયુક્તિક છે. પ્લિનીના પાડની વિકૃતિ અને મેગેસ્થિનીસને ટાળીએનાં નામેાની જાણકારી તેઓનાં પ્રાકૃત રૂપેામાં થઈ હતી એ હકીકત લિખિત જાતિઓમાંની ઘણી જાતિઓને પારખી બતાવવાના કામને અતિશય વિકટ બનાવે છે.
પ્લિનીના વૃત્તાંતના જે ભાગનું પગેરુ કેટલીક નિશ્ચિતતાથી મેગેસ્થિનીસ સુધી લઈ જઈ શકાય એમ છે તે હિપેસીઝ(બીઆસ)થી પાલીત્રા ( પટના ) (Nat. Hist. VI. 17) સુધીના રાજમાર્ગના જુદા જુદા તબક્કાઓના વર્ણનથી શરૂ થાય છે. પછીનું પ્રકરણ ગગા અને એની શાખાઓને વૃત્તાંત આપે છે અને કલિંગના ગ`ગારિડીને, એમની રાજધાની પટેલીસ સહિત, ગંગા-કાંઠે આવેલી ખૂબ દૂરની પ્રજા તરીકે ઉલ્લેખ કરે છે. ૧૯ મા પ્રકરણમાં ગંગારિડીનાં લશ્કરાનુ વર્ણન આપ્યા પછી પ્લિની ૧૩ ટાળીઓની યાદી આપે છે, જે પૈકી સ ંતાપકારક રીતે ઓળખાવી શકાય તેવી ટાળીઓ તે માદાગલિ ગ (ત્રિકલિ ગે!) Caldwall Drav, Gr.), મેલિ’દી (સરખાવા વરાહમિહિરને માલિદ્ય પંત, પૃ. સં. ૧૪) અને થાળ્યુતી (મૅકક્રિન્ડલ ‘“તાલુક્તી' વાંચે છે અને એને ગંગાના નીચાણવાળા ભાગમાં આવેલ તામલુકના તામ્રલિપ્તકા તરીકે ઓળખી બતાવે છે) છે. આ પછી એ ૩૦ નગરા, ૧,૦૦,૦૦૦ પાયદળ, ૨,૦૦૦ હયદળ અને ૧,૦૦૦ હસ્તિદળવાળા અદરી(તેલંગણના આંધ્રા)નો ઉલ્લેખ કરે છે. આ પછી વિષયાંતર કરીને એ દર્દી