Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ.
બારીગાઝાનો અખાત અને અરિકી તરફને પ્રદેશ આવે છે, જે મમ્બરેસના રાજ્યનો અને સમસ્ત ભારતને પ્રારંભ છે. મમ્બરેસ સંભવતઃ મખત્રપોસનો
અથવા “મહાક્ષત્રપ'ના એને મળતા કોઈ ગ્રીક રૂપાંતરનો ભ્રષ્ટ પાઠ હેવાને સંભવ છે. “મહાક્ષત્રપ’ આ સમયમાં (ઈ. સ. ૨૫૦) અહીં શાસન કરનારા કહેવાતા “સાહ રાજાઓ'નું બિરુદ હતું. હસ્તપ્રતની વાચનાનુસાર લેખક આગળ ચાલતાં કહે છે કે “આ દેશનો અંદરનો ભાગ જે સિથિયાના “ઈબીરિયા” (સેબિરિયા-સવીર વાંચવું) જિલ્લાની સરહદે આવેલો છે તે ..... (નામ, જે કદાચ ભરુ છે, તે પાઠમાંથી નીકળી ગયું છે. કહેવાય છે અને સમુદ્રકાંઠો સિરાસ્ત્રીની (સુરાષ્ટ્ર) કહેવાય છે. આજની માફક ત્યારે પણ આ પ્રદેશમાં તેર, અનાજ, ચોખા, કપાસ અને બરછટ સુતરાઉ કાપડની વિપુલતા હતી અને લેકે ઊંચા અને સામળા હતા. દેશનું પાટનગર મીનનગર હતું, જ્યાંથી બારીગાઝા સુધી મબલખ રૂ લઈ જવામાં આવતું હતું. આ મીનનગર એ કદાચ વિંધ્ય પ્રદેશમાં માનપુરની પાસે તોલેમાએ મૂકેલું એ જ નામનું નગર છે, પણ અસલ જે મણિપુરને નામે ઓળખાતું હતું (કાઠિ. ગેઝે. ૪૮૭) તે જૂનાગઢ સાથે (ભગવાનલાલ) મળતું આવતું હોય એ સંભવ વધારે છે. આપણે લેખક કહે છે કે દેશના આ ભાગમાં જૂનાં દેવાલય, નાશ પામેલી છાવણીઓ, મેટા કૂવા, (એ કહે છે કે એલેકઝાન્ડરની કુચના અવશેષ જોવા મળતા હતા, પણ એ મિનેન્દ્રો અને અપોલોતસનાં બાંધકામ હોવાનો સંભવ વધારે છે. આ કથન માનપુર કરતાં સૌરાષ્ટ્રને વધારે નિર્દેશે છે. કાંઠે કાંઠે બબરીફોનથી અતકપ્ર (હાથબ) અને બારીગાઝા (ભરૂચ) સામેની પાપિકી(ગોપનાથ)ની ભૂશિર સુધીની સફર ૩૦૦ = સ્ટેડિયા =૩૦૦ માઈલની હતી તે સ્થૂલ ગણતરીએ સાચી છે. એ પછીનું પ્રકરણ (૪૨) ખંભાતના અખાતને ઉત્તર ભાગ ૩૦૦ સ્ટેડિયા પહોળો છે અને ઉત્તર તરફ મઈસ (મહી) નદી તરફ વિસ્તરે છે એમ વર્ણવે છે. બારીગાઝા જવા નીકળેલાં વહાણું પ્રથમ ઉત્તરે બરિઓનીસ (પીરમ) ટાપુઓને વટાવીને પછી પૂર્વ તરફ ભરૂચની નદી નમ્નદિઓસ(નર્મદા)ના મુખ તરફ વળે છે. વહાણ હંકારવાનું (પ્રકરણ ૪૩) પૂર્વ કિનારા પરના કર્મોની (કીમ) ગામની સામે આવેલા (કદાચ કોઈ વહાણ ભાંગવાને લીધે એ નામે ઓળખાતા) હીરોની જેવા ખડક અને ખરાબાઓને કારણે અને પાપિકી (કદાચ દુર્ભાગી અર્થ ધરાવતું ખલાસીનું નામ ) પાસે પશ્ચિમ કિનારે વહેતાં પ્રવાહના કારણે મુશ્કેલ છે, એટલે સરકાર જે લાંબાં હોડકાંને ત્રપગ અથવા કોટુંબ (કાટિયા) કહે છે તેમાં માછીમારેને વહાણોની સામે મોકલે છે (પ્રકરણ ૪૪) અને તેઓ તેઓને ભરતીને