Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨]
ચીકે અને તેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત
[૪૪૯
આપવામાં આવેલું છે) અને તોપારોના નામ ગેરસમજૂતી છે (મૂલર, Geogr. Gr. Min. ૧, ૨૯૬). આની દક્ષિણે સેસેક્રીએનાઈ (બળેલા ટાપુઓ), ગદઈ ( અંગેટીવ), ખેરની સોસ (ગેવા) પાસે કેનતાઈ (સેન્ટ ઈને ટાપુ) અને લૂક (લાકાદી) એ ટાપુઓ આવેલા છે, જે બધા ચાંચિયાઓનાં આશ્રયસ્થાન છે. પછી આવે છે લિમીરિકે (તામિલ પ્રદેશ), જેનાં પહેલાં બઝાર તે નૌરા (કન્નનોર અથવા તેલ્લીચેરી, નહિ કે હેનાર જે ઉત્તરે ઘણે દૂર આવેલું છે) અને તિદીસ (બેપુર પાસેનું કલુંડી) અને એમની દક્ષિણે મુઝિરીસ (કાંગાનુર) અને નેવિંદા (કલાડા). તિન્દીસ અને મુઝિરીસ કેપ્રોબોત્ર(કેરલપુત્ર અર્થાત ચેર રાજાને તાબે હતા અને નેકિંદા પેન્ડીઓના મદુરાના પાંચ રાજા)ને તાબે હતું. મુઝિરીસ એરિકે (ઉત્તર કેન્ડન) તેમજ ઈજિપત સાથે વેપાર કરતું અત્યંત સમૃદ્ધ હાટ હતું. નેલજિંદા સમુદ્રથી ૧૨ • સ્ટેડિયા દૂર નદીના ઉપરવાસમાં આવેલું હતું અને વહાણો નદીના મુખમાં આવેલા બેકરે ગામથી માલસામાન ચડાવતાં હતાં. આપણો ગ્રંથકર્તા આ બંદરોએ તથા દૂર દક્ષિણે, તેમજ પૂર્વ કાંઠે ચાલતા વેપારનો રસપ્રદ વૃત્તાંત આપે છે, પણ એની કૃતિના આ ભાગ સાથે આપણને નિબત નથી.
હીરાલિઆન માનસ ઈ. સ. ૪૦૦ ની આસપાસ થઈ ગયો તે તોલેમીની પછીના સમયનો અગ્રણી ભૂગોળવિદ છે, પણ એનું કાર્ય મુખ્યત્વે તોલેમાએ તેગોરા નામના એક અજાણ્યા ભૂગોળવિદમાંથી લીધેલાં અંતરની ભૂલો સુધારવાનું રહ્યું છે. તોલેમીના પશ્ચિમ ભારતના વૃત્તામાં એ કોઈ નવી હકીકતો ઉમેરતો નથી.
બાઈનીઅમના સ્ટેફોનસે ઈ. સ. ૪૫૦ ની આસપાસમાં (અથવા કાઈ પણ રીતે એ જેનું અવતરણ આપે છે તે માકિએનોસ પછીના સમયમાં) એક મોટો ભૌગોલિક કેશ લખ્યો હતો, જેનો સંક્ષેપ “હરલાઓસ કરીને કોઈ કે આપે છે. એ જે ભારતીય નામો આપે છે તે અધિકાંશે હેકાઈ ઓસમાંથી, એરીઆનોસમાંથી, અને ખાસ કરીને દાની સનાં પરાક્રમો વિશે કોઈક દાયનેસેસે લખેલા બસ્મારિકા નામના કાવ્યમાંથી લીધેલાં છે, પણ એની ભૂગોળ ખાસ્સી અશુદ્ધ છે. એ બરકે દ્વારકા)ને ટાપુ અને બારીગાઝા(ભરૂચ)ને ગેડ્રાસિયાનું શહેર કહે છે. એ જે શહેરે ગણવે છે તેમાં અગેન્ટી (હેકાતેઈએસમાંથી ઉતારેલું), બારીગાઝા (ભરૂચ), બુકેફલા (જલાલપુર), બાઈઝેન્તીઓન (ચિપલુનો, ગેરીઆ, ગોરગીપીઆ, વણેલાં વસ્ત્રો માટે પ્રસિદ્ધ દર્શનિઆ, દાયે–૨–૨૯