Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ]
જાવા અને કમડિયા
[ ૪૫૯
સદીનાં આરંભિક વર્ષોમાં પડે છે.૩૪ એના રાજાઓમાંના એક સેામશર્મા ( ઈ. સ. ૬૧૦) મંદિરેમાં રાજ મહાભારતનાં પારાયણ કરાવતા એવું નોંધાયુ છે.૩૫ જે બૌદ્ધો ઉત્તરી શાખાના હેાવાનુ જણાય છે તેઓના તાજા આગમનને સહુથી પ્રાચીન વહેંચાયેલા અભિલેખ ઈ. સ. ૯૫( શક ૮૭૫)ના અર્થાત્ લગભગ ૩૫૦ વર્ષ પછીના છે.૩૬ દરમ્યાન, ઉપલબ્ધ માહિતી મુજબ, મેકાંગ નદીના લગભગ ૨૦૦ માઈલના ઉપરવાસમાં તાલે સઁપ સરાવરના ઉત્તર તટ પર આવેલ નવુ પાટનગર અંગકાર ઈ. સ. ૧૦૭૮ (શક ૧૦૦૦) સુધી સ્થપાયુ નહતુ.૩૭ તેપણુ એ પવિત્ર સરાવરની બાજુના ભાગ કયારનાય પવિત્ર મનાતા ને જેમાંનું નાખાનવાટ કે નાગનું માંદેર અનુકાલીન અને ઉત્તમ નમૂનાએમાંનુ એક છે તે મંદિરની શ્રેણી ઈ. સ. ૮૨૫ (શક ૭૫૦) જેટલી વહેલી શરૂ થઈ હતી, અને નાખેાનવાટ પાતે ઈ. સ. ૯૫૦ન્શક ૮૭૫ )માં પૂરું થયેલું અને વિભૂષિત થતું જણાય છે.૩૯ ૯ મી અને ૧૦ મી સદી દરમ્યાન જાવા અને કોડિયા વચ્ચે વિજય દ્વારા મને એ વગર પણ ગણનાપાત્ર વિનિમય થતા.૪૦ અભિલેખામાં ઘણા એક ઉત્તરની અને એક દક્ષિણની એવી બે ભારતીય લિપિએમાં લખાયેલા છે,૪૧ તેથી સમુદ્રમાર્ગે બે દેશાંતરગમન થયાં લાગે છે: એક એરિરસા અને મસુલિપટમના સમુદ્રતટાથી અને બીજું, રુમદેશના રાજપુત્રની એ જ દંતકથા સાથે, સિંધ અને ગુજરાતનાં બંદરાએથી.૪૨ પ્રશ્ન રહે છે કે કાશ્મીર અને કમડિયાના સ્થાપત્ય વચ્ચે ફર્ગ્યુસને અવલેાકેલું ગાઢ સામ્ય તેમજ ખાડિયાનાં ધર્મ અને કલામાં ફર્ગ્યુસને માન્ય કરેલું ઉત્તરનું તત્ત્વ સમજાવે તેવા આવા ભિન્ન દેશાંતરગમનન! નિશાની કેટલે સુધી રહેલી છે.૪૩ જે ઉત્તરમાંથી આ પંજાબ અને કાશ્મીરની અસર લાવ્યા હોય તે લેાકા તે જે હજી પેાતાને મેરી કહે છે ને ક એડિયાનાં મંદિર, સરાવા અને સેતુએની ભવ્યતા સ્થપતિએ તરીકેના જેમના કૌશલને આભારી છે તે લેાકેા છે.૪૪ જેએએ 11 મી સદીના આરંભમાં પેાતાનુ નામ આખા કબોડિયાને યારનું ય આપેલું તે લાકો વિશે અલ્બીની ઈ. સ. ૧૦૩૧) કહે છે: મેરી સફેદ પડતા, ટૂંકા કદના અને તુર્ક-જેવા બાંધાના છે. તે હિંદુના ધર્મો અનુસરે છે ને કાન વીંધવાની પ્રથા ધરાવે છે.૪૫ એ ધ્યાનમાં રહેશે કે માહિતી મળે છે ત્યાંસુધી અંગકારની સમીપના ભાગની સ્પષ્ટ પવિત્રતા ઈ. સ. ૧૭૮ કે જ્યારે એને પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું તે પહેલાં આછામાં ઓછાં ૨૫૦ વર્ષો સુધી ટકી છે.
R
આ મુદ્દો સ્થપતિએ સમુદ્રમાગે નહિ આવેલા તેમ ગગાખીણની નીચે થઈ નહ આવેલા, પણ કાશ્મીર અને હિમાલયના પૃષ્ઠભાગને માગે આવેલા, એ ફર્ગ્યુસનના