Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ મું : જાવા અને બેડિયા
[૪૬૧ કારજંગ હતું, જેનું પાટનગર યચી હતું અને જેના લેક ખાસ ભાષા બોલતા.૫૪ કારજંગ નામ મોગલ હતું. એનો અર્થ કાળા લેકે થતું અને એ ચગંજંગ કે વેત તરીકે ઓળખાતી અમુક ઊજળી ટોળીઓથી રહેવાસીએના સમૂહને ભેદ બતાવવા પ્રયજાતું. કારાચંગનો રાજા હિંદુ ઉત્પત્તિનો હતો એ એના બિરુદ “મહારા” કે “મહારાજ'થી દર્શાવાય છે. હિંદુ તત્ત્વ કાબુલખીણમાંથી આવ્યું એ એને હિંદુ નામ કંદહાર અર્થાત્ ગંધાર કે પેશાવરથી દર્શાવાય છે. આ નામ યુનાન માટેના બમ ગંદાલરિટ( ગંધાર-રાષ્ટ્ર રૂપે હજી પ્રચલિત છે.પપ યુનાનની અને પેશાવરની આસપાસની ભૂમિઓ વિશે રશીદઉદ્દીન જે વિચિત્ર ગોટાળો કરે છે તે કદાચ એના સમયમાં એ બે સ્થળો વચ્ચેનો સંબંધ હજી જાણમાં હતા તે કબૂલ રખાત એ હકીકતને કારણે છે. ૫ યુનાનના ચગં જગ જેવા અજાણ્યા તોની વધુ નિશાની દક્ષિણપૂર્વે અનીન કે હનલીમાં મળે છે, જેમનું નામ દૂણો સૂચવે છે કે જેમનો ચાંદીના ઘરેણાં માટેનો શોખ એમને એમના પાડોશીઓથી તરત જ અલગ પાડે છે ને એમને ભારત સાથે સાંકળે છે. પ૭ આ નિશાનીઓને દૂણો અને કિડારોના યુવાન અને અનીન તરફના સંભવિત દેશાંતરગમનને નિશ્ચિત કરતી તરીકે સ્વીકારવામાં આવે તો પણ અનીન અને અંગકોર વચ્ચે ગણનાપાત્ર ગાળો રહે છે. કંબોડિયાના ત્રણ સ્થાનિક મુદ્દા આ ગાળો પૂરવામાં કેટલાક ફાળો આપે છે. પહેલો મુદ્દો એ છે કે સિયામ અને કાચીન–ચીનના લોકોથી ઊલટી રીતે મેર લોક માંગેઈડની ઘણી અ૮૫ નિશાનીવાળી, બીજી હિંદીચીની બોલીઓના તારરવ વિનાની ભાષાવાળી અને ચાલી સિવાયના ભાગમાં ટૂંકા કાપેલા વાળવાળી પ્રબળ સુદઢ જતિ હતા; બીજે મુદો એ છે કે મેર લોકે ઉત્તરી ઉત્પત્તિને દા કરે છે; અને ત્રીજો એ છે કે નાનવાટને મળતા મહત્ત્વના સ્થાપત્ય-અવશેષ અંગકોરથી ઉત્તરે સાઠેક માઈલ પર સિયામની સીમાઓની અંદર મળ્યા છે. ૫૮ એક વધુ મુદ્દો વિચારવાને છે: “વેત દૂણે અને કિડામાંથી થયેલી ઉત્પત્તિ કંબોડિયન પૂજાના નાગ પાસા સાથે કેટલે સુધી સુસંગત છે? હ્યુએન ત્સિઅંગની તારીન, એકસસ અને રાતખીણની વિગતોમાં નાગપૂજાની સ્પષ્ટ વૃદ્ધિ જેટલું કંઈ નેધપાત્ર નથી. ઈ. સ. ૪૦૦ માં ફાલ્યાને એ દેશમાં નાગને ભાગ્યેજ ઉલ્લેખ કર્યો છે; નાગોને ઈ. સ. પર માં સુગ-યુનની નજરે કંઈ વધુ મહત્ત્વ મળ્યું લાગે છે; અને મહાયાનના પ્રતિપાદક હ્યુએન-સિઅંગને મન નાગે સર્વત્ર છે, જે સર્વ આપત્તિઓ, ધરતીકંપ, તેફાને અને રોગોના કારણભૂત છે. બૌદ્ધ ધર્મ રાજ્યધર્મ હશે, પરંતુ ભાગ્યનું રહસ્ય નાગને પ્રસન્ન કરવામાં રહેલું છે.પ૯