Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૬૨] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પર. પાંચમી અને છઠ્ઠી સદી દરમ્યાન વાયવ્ય હિંદમાં વધેલી નાગપૂજાની આ સ્પષ્ટ મહત્તા અંશતઃ પૂર્વકાલીન બૌદ્ધ ધર્મની પડતીને લીધે અને અંશત: હ્યુએન સિઅંગના પ્રોત્સાહક અદ્દભુત રસિક સ્વભાવને લીધે થઈ હશે. છતાં આટલી નોંધપાત્ર મહત્તા એ સંભવિત રીતે ઠરાવે છે કે મૅટ્રિઆ કાબુલ અને પંજાબના પાંચમી અને છઠ્ઠી સદીના મહાન વિજેતાઓમાંના જે કેટલાકની નિશાની કમાઉં અને ગઢવાલ ડુંગરોના નાગપૂજક નાગમાં અને ટક્કોમાં રહી હશે તેમને માટે નાગ એ પૂજાને મુખ્ય પદાર્થ હતો. મંદિર-અવશેષો દર્શાવે છે કે પ્રાય: સિંધુ પારથી લાવેલા પ્રશિષ્ટ સ્થાપત્યનું જ્ઞાન ધરાવતા, કાશ્મીરના સાતમી અને આઠમી સદીના રાજાઓ નાગપૂજક હતા. ૧° તિબેટમાં થયેલ ધર્મનું નવમી સદીનું સંસ્કરણ મુખ્યત્વે કાશ્મીરમાંથી આવેલું હતું અને સુધારેલા ધર્મના અઢાર મુખ્ય દેવોમાં મહાન નાગને સ્થાન હતું એ હકીકત એ મતનું સમર્થન કરે છે કે તિબેટમાં થઈને કાશ્મીરનાં નાગમંદિરની યોજના અને પ્રશિષ્ટ વિગતો પસાર થઈ, જે વધુ સંપત્તિ અને વૈભવમાં કંબોડિયામાંના અંગકારના નાખોનવાટમાં પુનરાવર્તન પામે છે. ૧
સિયામી પૂજારીઓએ મોટા મંદિરને બુદ્ધની પ્રતિમાઓથી ભર્યું તે પહેલાં એ નાગપૂજાને અર્પણ થયેલું હતું એ વિશે લેફ. ગાનિએર અને સર એચ. યુલે એ બંનેએ શંકા ઉઠાવી છે એ ખરું છે. આ વાંધા છતાં અને પ્રતિભાઓમાંની કેટલીક પહેલેથી બૌદ્ધ હોવા છતાં, મહાન નાખેનમાં બૌદ્ધ ધર્મની બધી નિશાનીઓ પ્રક્ષિત છે એવા મિ. ફર્ગ્યુસનના નિર્ણયોને સ્વીકારવાનો ઇનકાર કરવો મુશ્કેલ છે. સ્થાનિક સંજોગો અને પૂજાઉં તાલે સૈપ સરવર આ નિર્ણયનું સમર્થન કરે છે. જે પોતાની મેળે સરોવરને સૂકી મોસમમાં ખાલી કરે છે ને વર્ષાઋતુમાં મલ્યને જળપાક તેમજ ધાન્યને જમીનપાક આપીને એને પાછું ભરી દે છે તેવી મોટી કુદરતી પ્રણાળી વડે મેકગ નદીને જોડાયેલા, ૧૦ ૦૪૩૦ માઈલ વિસ્તારના, મહાસરોવર તાલે લૅપ કરતાં વધારે પવિત્ર કયું નાગથાન કલ્પી શકાય? જળના રક્ષક સ્વામી તરીકે કરતાં નાગનું વધારે લાક્ષણિક કાર્ય શું? વળી અંગકોર અને યુનાનની વચ્ચે, બહુ દૂર નહિ, વાંકાચૂકા વ્યાલ તરીકેના નાગનું વડું મથક હતું. યચી નગરની પશ્ચિમે દસ દિવસના અંતરે આવેલા કરરજનમાં માર્કો પોલે(ઈ. સ. ૧૨૯૦ એ દસ પાદ લાંબાં, ઘણાં મોટાં માથાં, રોટલા કરતાં મોટી આંખો, માણસને આખો ગળી શકે તેવા અણીદાર દાંતથી સુશોભિત મુખો, પાનીઓ માટેના પંવાળા બે આગલા પગ અને મંજૂષા જેવડા મોટા કદનાં શરીર ધરાવતા સર્પો અને મોટા અજગરોની ભૂમિ જોઈ હતી.