Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૩
જાવા અને કબડિયા
એક પ્રસંગે ગુજરાતના પ્રાચીન ઈતિહાસને પ્રાંતીય સંકુચિતતામાંથી છોડાવે છે ને એનાં રાજકુલોને મહાન વિજેતાઓ અને સાંસ્થાનિકમાં ઉચ્ચ સ્થાન અપાવે છે. આ પ્રસંગ તે છઠ્ઠી અને સાતમી સદીમાં સિંધ અને ગુજરાતના સમુદ્રકાંઠાઓથી ગયેલાં વહાણના કાફલાઓએ જાવામાં અને કંબોડિયામાં વસાહત કરી એ અનુકૃતિ છે. જાવાની અનુકૃતિ એ છે કે ઈ. સ. ૬૩ ના અરસામાં કુજરાત કે ગુજરાતના કસમચિત્ર કે બાલ્ય અન્ય રાજાના પુત્ર “વિજય સલાચલની આગેવાની નીચે હિંદુઓએ એ ટાપુના પશ્ચિમ કિનારા પર વસવાટ કર્યો હતો. સર ટેમફેર્ડ રેફન્ને નેવેલી એ વસવાટની વિગતો એ છે કે ગુજરાતના રાજ કસમચિત્ર, જે અર્જુનનો દસમે વંશજ હતો તેને એના રાજ્યના આગામી વિનાશ અંગે ચેતવણી આપવામાં આવેલી. એ અનુસાર એણે પોતાના પુત્ર ભ્રવિજય સલાચલને ૫૦૦૦ અનુયાયીઓ સાથે રવાના કર્યો. એમાં છે મોટાં અને તે નાનાં વહાણમાં ખેડૂતો, કારીગરો, સૈનિક, વૈદ્યો અને લેખકે હતા. ચાર માસની સફર પછી કાફલો એક ટાપુએ લાગે, જેને તેઓએ જાવા માન્યો. પિતાની ભૂલ જણાતાં નાવિકે સમુદ્ર ભણી વળ્યા ને છેવટે જવાના ટાપુમાં આવેલ મતરમ પહોંચ્યા. રાજપુત્રે મેન્ટંગ કુમુલન નામે નગર બંધાવ્યું. એણે પિતા પાસેથી વધારે માણસ મગાવ્યા. ૨૦૦૦ ની કુમક આવી પહોંચી, તેમાં પથ્થર અને પિત્તળની કોતરણી કરનાર કારીગર હતા. ગુજરાત અને બીજા દેશ સાથે બહોળો વેપાર ખીલ્યો. મતરમનો ઉપસાગર અજાણ્યાં વહાણથી ભરાતો ને જે મંદિર પાટનગર પછીથી બ્રમ્બન્મ તરીકે ઓળખાયું તેમાં અને, ભૂવિજ્યના પૌત્ર અદિં વિજયના રાજ્યકાળ દરમ્યાન અર્થાત લગભગ ઈ. સ. ૬૬ માં કેદુ પ્રદેશમાંના બોર બુદ્દોરમાં –એ બંને સ્થળોએ બંધાયાં. દેશાંતર્ગામી રાજપુત્રના પૂર્વજોએ પોતાના રાજ્યનું નામ બદલીને “ગુજરાત' રાખેલું એ વિધાન પરથી લાર્સન એવું ઘટાવે છે કે અનુશ્રુતિ આધુનિક છે. અનુશ્રુતિના સત્ય
૪૫૨