Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૫૦ ]
મૌર્યકાલથી ગુપ્તકાલ
.
[પરિ.
ની પોલીસ નીસા ? ), કાઠિયા (મુલતાન ?), કિપેરેસ અને કાપીરિરસ (કાશ્મીર), મારગના, મસાકા (સ્વાતમાં), નીસા, પાલીમ્બડ્યા (પાટલિપુત્ર), સિંધુ પાસેનું પનઈએરા, પાતાલ ( સિંધ-હૈદરાબાદના અગ્નિખૂણે પાંત્રીસ માઈલ), રહોડી, રહોગની, ગંડારીકેમાંનું રહેન, સનીઆ, સેસીન્દીઓન, મેટા અખાત ઉપર આવેલું સિન્દ (કદાચ તોલેમીનું અસિન્દ, વડનગર ), સલીમ્ના, અને તક્ષિલાનો સમાવેશ થાય છે. એ સંખ્યાબંધ જાતિઓ પણ ગણાવે છે, જે પૈકીની એરબીતાઈ (મકરાણ), પંડાઈ (પાંડ્ય), બેલી-ગી (ભૌલિ ગી સાલ્લો) અને સંભવતઃ સલંગાઈ (સાલ કાયન) સિવાયની કોઈ પણ પશ્ચિમ કિનારાની નથી.
જે કેસમસ ઇન્ટિકોડ્યુસ વહાણવટી અને સાધુ હતો તેણે ઈ સ. ૫૩ અને ૫૫૦ વચ્ચે પોતાની “ટોપોગ્રાફિયા ક્રિશ્ચિયાના” લખી. એ ભારત વિશે વિતંત્ર જ્ઞાન દર્શાવનારા પ્રાચીન લેખકે પૈકીને છેલ્લે છે. એ જણાવે છે કે સિન્હા સિંધ)થી ભારતની શરૂઆત થાય છે અને ભારત અને ઈરાન વચ્ચેની સરહદ તે સિંધુ નદી છે. ભારતના મુખ્ય બંદર સિન્દુ (દેબલ, જે કસ્તુરી અને જટામાસીની નિકાસ કરે છે; ઓરહેઠા (સુરાષ્ટ્ર અર્થાત વેરાવળ, જેને પોતાનો રાજા છે; કલ્ફીઆણું (કલ્યાણ જે પિત્તળ, સીસમ, લાકડાનાં પાટિયાં, અને કાપડની નિકાસ કરતું મોટું બંદર છે, જેને પોતાનો રાજા છે અને જેમાં દરિાની પાદરી હેઠળ ખ્રિસ્તીઓની વસ્તી છે; સીબોર જેને પણ પોતાને રાજા છે અને તેથી જે કલ્ફીઆનાની ખૂબ નજીક છે તે સુપાર હોઈ શકે નહિ. પણ જે આરનું સિન્દબુર એવું ગોવા હોવું જોઈએ; પરતી, મંગરૂથ (માંડલર), સેલોતના, અને પુડેપના, જે પર પ્રદેશ ( મલબાર) માલેનાં પાંચ વાર છે,
જ્યાં પણ ઘણા ખ્રિસ્તીઓ છે. માલની દક્ષિણે પાંચ દિવસનાં દરિયાઈ સફરે સીલેબ અથવા તબની (સિલોન ) આવેલું છે. એ બે રાજ્યોમાં વહેંચાયેલું છે, જેમાંના એકમાં હાયસીન્થ-શિલા મળી આવે છે, ટાપુમાં ઘણાં મંદિર છે, અને ઈરાની ખ્રિસ્તીઓનું દેવળ છે અને ભારત, ઈરાન અને ઇથિયોપિયાથી આવતાં રેશમ, અગર, લવિંગ, ચંદન વગેરેના સોદા કરતાં વહાણ વારંવાર વાં લાંગરે છે. ભારતના પૂર્વ કિનારે મારાë { સિલેનની સામેનું મારાવા છે, ત્યાંથી શંખ છીપની નિકાસ થાય છે; એ પછી કાબેર ( કાવેરીપટમ અથવા પેગુ. યુલેનું Cathay, પ્રસ્તાવના, પૃ. ૧૭૭) જે એલેબેન્ડિનમની નિકાસ કરે છેઆગળ જતાં લવિંગનો પ્રદેશ આવે છે, અને સંડુથી આગળ જતાં આવે છે. રિઝનિતા (ચીન જે રેશમ ઉપન્ન કરે છે. ભારતમાં ઉપર આગળ જતાં (એટલે કે ઉત્તરે આગળ જતાં) વેત ઉોઈ અથવા દૂ મળે છે, જેમના રાજાનું નામ