Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૫૬] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ. પ્રસિદ્ધ શ્વેતદ્રણ વિજેતા મિહિરકુલાઈ ૫૦૦-૫૦૦ ને લગભગ ઈ. સ. પ૩ માં સ્પષ્ટતઃ હરાવેલ, તે મૂલતાનની દક્ષિણપૂર્વે લગભગ ૬૦ માઈલ પર આવેલ કરારની મોટી લડાઈને રૂમભૂમિમાં લાગેલી નિરૂપવામાં આવી છે.૧૯ આ મહાન
વેતદ્દણ-પરાજય સ્પષ્ટતઃ રુમનો જે રાજપુત્ર સમુદ્રમાર્ગે જાવા જઈ રહ્યો તેની દંતકથાનું મૂળ છે. કરની લડાઈને સમયે દક્ષિણ પંજાબ, ઉત્તર સિંધ સાથે, ઉત્તર સિંધમાંના અરોરને શાહ રાની નીચે હતું; તેઓને સિક્કા બતાવે છે કે તેઓ તદ્રુણ હતા, એટલું જ નહિ, મહાન વિજેતાઓ તરમાણ અને મિહિરકુલે જે જવલા કુલને વિભૂષિત કરેલું તે જ કુલના પણ હતા. મિહિરકુલ સાથેના આટલા ગાઢ સંબંધ પરથી એ સંભવિત છે કે અરોર રાજ્યના ઉત્તર ભાગનો અખત્યાર ધરાવતા રાજાનો કટ્ટરના પરાજય તથા પરાભવમાં હિસ્સો રહેલો હતો.
જે દક્ષિણ પંજાબનો પરાજિત રાજા પોતાના વિજેતાની સામંત તરીકે રહેવા અશક્ત કે નાખુશ હોય છે અને સહરાની સત્તા દક્ષિણમાં કાઠિયાવાડનાં સોમનાથ અને દીવ બંદરો જેટલે અને પ્રાયઃ સિંધુ-મુખમાંના દેવલ બંદર જેટલે પણ દૂર પ્રસરેલી, એ જોતાં એને અરોરના સમુદ્રતટે જવામાં કે દીવ અને સિંધ તથા ગુજરાતનાં બીજ બંદરોમાં પોતાને તથા પોતાના અનુયાયીઓને સમુદ્રમાર્ગે જાવા લઈ જવાને પૂરતો વાહનવ્યવહાર શોધવામાં કોઈ ગંભીર મુશ્કેલી આવે નહિ, ૨૦ તો જેને કંબજની કથા ક્રા તેગ કે થન, સ્પષ્ટતઃ મહારાજ, કહે છે તે રાજા આ હાય.૨૧
જાવાઈ સાહસની સફળતાથી બીજા એમ કરવા લલચાયા, કેમકે ખાસ કરીને ૬ ઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અને લગભગ આખી ૭ મી સદીમાં ઉત્તર ભારતના રાયે દેશાંતરગમનની અભિરુચિ ધરાવી. સાસાનીઓ અને તુર્કો વડે ઈસ. ૫૫૦ અને ૬૦૦ ની વચ્ચે થયેલા એમના પરાજયે શ્વેત દુને માટે સિંધુ અથવા કાબુલ–ખીણ વાટે ઉત્તર તરફ પાછા હઠવાનો માર્ગ બંધ કરે. જે એમના પર સત દબાણ કરવામાં આવે તો વિકલ્પ કાશ્મીર તરફ પાછા હઠવાને કે સમુદ્ર તરફ દક્ષિણે કે પૂર્વે આગળ વધવાનો હતો. જ્યારે ૭ મી સદીના શરૂઆતનાં વર્ષો ઈ. સ. ૬૦૦-૬૦૬)માં મગધના શ્રીહર્ષના પિતા પ્રભાકરવર્ધને ગંધારના રાજાને, પ્રણને, સિંધના રાજાને, ગુજરોને, લાટોને અને માલવના રાજાને હરાવ્યા
ત્યારે અને જ્યારે લગભગ ૨૦ વર્ષ પછી શ્રીહર્ષ પોતે વધુ પરાજય કર્યા ત્યારે વધુ હુમલાઓથી બચવા અને જાવાની સમૃદ્ધિમાં ભાગ પડાવવાને આતુર એવા ઘણું નિર્વાસિતો ગુજરાતનાં બંદરેમાં ભેગા થતા. એ નોંધપાત્ર છે કે પ્રભાકરવર્ધનના