Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ]
જાવા અને કબડિયા
| ક૫૫
વધુ સલામત અને વધુ સરળ છે. હિંદુઓના કોઈ વર્ગને પૂરતી આવડત અને દરિયાઈ સાહસપ્રીતિ નથી કે જેનાથી તેઓ ગુજરાતમાંથી જાવામાં વસાહતીઓનાં દળ લઈ જઈ શક્યા એ માન્યતાને વાજબી ઠરાવે, એ બીજા વાંધાના જવાબમાં કહેવાનું કે એ ગૃહીતાર્થ ભૂલભરેલું છે. હિંદુઓનો મોટો ભાગ સર્વકાલે દરિયાખેડુ જીવનથી વિમુખ રહેલ છે એમ છતાં એમાં નોંધપાત્ર અપવાદ રહેલા છે. છેલ્લાં બે હજાર વર્ષ દરમ્યાનના ગુજરાતના સમુદ્ર-કિનારાની નોંધ મલાયા દીપસમૂહમાં ઉત્તરપશ્ચિમ ભારતના સફળ બીજારોપણની ખાતરી આપવાને સમર્થ એવી દરિયાખેડ માટેની પ્રતિભા દર્શાવે છે. ૧૪
સુમાત્રાની ભારતીય વસાહત પૂરેપૂરી ભારતના પૂર્વ સમુદ્રતટથી હતો ને બંગાળા, ઓરિસ્સા અને મમુલિપટમો જાવા અને કંબોડિયા-બંનેના સંસ્થાનીકરણમાં મોટો ફાળો હતો એ નિઃશંક છે. ૧૫ ભારતના વાયવ્ય સમુદ્રતટમાંથી જાવામાં માણસનાં મેટાં દળ જઈ વસેલાં એના સમર્થનમાં કારણ આપવામાં આવ્યાં છે ને આવા સ્થળાંતરની બાબતમાં રજૂ થયેલા વાંધાઓમાં ભાગ્યેજ કાંઈ વ્યાવહારિક બળ રહેલું છે એવું બતાવવા માટે પુરાવો આપવાનું સૂચવાયું છે. ગુજરાત વિજય અને જાવા તથા કંબોડિયાની વસાહતાના સમય અને સંજોગોનો વિચાર કરવાનો રહે છે. જાવાનો સમયનિર્દેશ શક પર૫, અર્થાત ઈ. સ. ૬૦૩, એ સાતમી સદીના આરંભ પહેલાં અને પછી ઓછામાં ઓછી અધી સદી સુધી ચાલેલી પ્રક્રિયામાંના કે કેન્દ્રીય બનાવને સૂચવતા સમય તરીકે સ્વીકારાય. દંતકથાઓમાંની રમે તે રોમનો નિર્દેશ કરે છે એવું રોમના વાણિજ્યિક કે રાજકીય અભ્યદય પરથી સંભવિત બનતું નથી એવું માનવા માટે કારણ અપાયાં છે. જાવા અને કંબોડિયાના સ્થાપત્યમાંનું નોંધપાત્ર રોમન તત્ત્વ એમ સૂચવે છે કે મહાન રોમન રથપતિઓની સ્મૃતિએ સ્થાનિક દંતકથાઓમાં રોમને માટે સ્થાન રાખેલું. પરંતુ રોમન તત્ત્વ જાવા કે કંબોડિયાની ઇમારતોમાં સીધું આવ્યું જણાતું નથી; જેમ કૃષ્ણાના મુખમાંની અમરાવતીમાં પ્રશિષ્ટ લક્ષણ પંજાબ(તાહિયાના માર્ગે જ આવ્યાં તેમ જાવાની બાબતમાં એ રાજપુત્રનાં અંગત રચિઓ અને અભ્યાસ વડે નહિ, પણ વિજય અને વસાહતના પ્રસંગ તરીકે આવ્યાં, ૧૬ તો જેણે પંજાબમાંથી હિંદુઓની મોટી વસાહતને જાવામાં રેલી તે તલિલા પાસેના રૂમનો રાજા કોણ હતો ? રોમ સાથે આકારસામ્ય ધરાવતાં નામ વાયવ્ય હિંદમાં મળે છે. એમાંનાં કાઈ રાજપુત્રનું બિરુદ સમજાવવા માટે પૂરતા મહત્ત્વનાં નથી.૧૭ દક્ષિણ પંજાબમાં, મારવાડમાં અને ઉત્તર સિંધમાં ખારી જમીનને લાગુ પડાયેલો રામ કે રમ શબ્દ છે ૧૮ જેમાં માળવાના યશધર્માએ