Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
- ૪૪૦ ] - મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ, જે નાસિક ગુફાલેખોમાંને શ્રી પુલુમાયિ છે તેની રાજધાની ગણાવે છે. મૈથન પછી દેવપાલી આવે છે, જેને અહમદનગરના પરામાંના આજના દેવલી સાથે ખુશીથી સરખાવી શકાય. ગેમેલીબા, જે પછીનું સ્થાન છે તેને અહમદનગર અને જુન્નરની વચ્ચેના ભાગ ઉપર ક્યાંક મૂકવું જોઈએ. જુન્નર, જે પ્રાચીન નગર છે તેને તોલેમીના મીનગર સાથે સરખાવવાનું છે, જોકે આ નામ સમજાવવું સહેલું નથી.
અરીઅકીમાંની નગરોની બીજી યાદી નગરોરીસ(નગરપુરી)થી શરૂ થાય છે, જે પ્રાયઃ પૂના છે, જે ત્યારે પણ મહત્વનું સ્થળ હોવું જોઈએ, કેમકે ઠેઠ ભોરઘાટ સુધીના ધોરી માર્ગના શિરોબિંદુ ઉપર એ આવેલું છે. તબસો (સરખા વરાહમિહિરનું તાપસ-આશ્રમ અને તોલેમીને પોતાનું તબઈ) એ કદાચ પંઢરપુરનું પવિત્ર શહેર હોઈ શકે. દડીનું પ્રાચીન નામ ( બિજાપુર જિલ્લામાં ઉત્તરે આવેલું ઈડી) જળવાઈ રહ્યું છે. એ પછી આવે છે. તિરિપંગલીડા (કુરંદવાડ રાજયનું તિકિટ?) અને એ પછી બેલીઓ કરસની રાજધાની હિપોકીરો. કોલ્હાપુર પ્રદેશમાંથી જેના સિકકા મળી આવ્યા છે તે વિલિવાયશ્નર સાથે આ રાજાનું સામ્ય ડો. ભાંડારકરે બતાવ્યું છે. એની રાજધાની કદાચ બિજાપુર જિલ્લાના સિંદગી તાલુકામાંનું હિપ્પી હોઈ શકે. તોલેમીની યાદીમાંનું એ પછીનું નગર સેઉ બુદાઉ ઓળખી શકાયું નથી, પણ એની પછી સિરિમાલગ નામ આવે છે તે બિજાપુર જિલ્લાના એ જ નામના તાલુકામાંનું સિરનાલ હોવું જોઈએ.
કલ્લીગેરિસને કહગિરિ સાથે (મેકફ્રિન્ડલ) નહિ, પણ કૃષ્ણના માર્ગછેદ પર આવેલા ગલગલી સાથે સરખાવી શકાય, અને મોડેગૌલા એ મુદગલ (મૈકઝિડલ) નહિ, પણ ઘાટપ્રભાને કાંઠે આવેલું મુઢેલ છે. પેટીરગલને ઘણું કરીને પેનેગલ વાંચવું જોઈએ અને તો પછી એ જુના ગામ પનનગલ અથવા ધારવાડ જિલ્લાના હેગલનું પ્રતિનિધિત્વ કરી શકે. યાદીમાંનું છેલ્લું નામ બનાઉએસી છે, તે કન્નડમાં સિરસીથી આશરે ૧૦ માઈલ પર આવેલું વનવાસી છે, જે ઘણું પ્રાચીન નગર છે. જ્યાં શાતકણિઓની એક જુદી શાખા રાજ્ય કરતી હતી.
તેલેમીએ વર્ણવેલે પશ્ચિમ હિંદનો આ પછીનો વિભાગ તે ચાંચિયા-કાંઠે છે. તેલેમી પાંચ દરિયાઈ બંદર પણ અંદરના પ્રદેશનાં ફક્ત બે જ શહેર જણાવે છે. એ તે સ્પષ્ટ છે કે ભૂમિ-પ્રદેશની બાજુએ ચાંચિયાઓને શાતકર્ણિ ઓના મુલકોએ ઘેરી લીધા હતા અને એમના કબજામાં ઘાટથી ઉપર બહુ