Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જુ ] થીકે અને રામને એ નિરૂપિત પશ્ચિમ ભારત
[ ૪૩૫
રહ્યાં છે. આ પછી તેાલેમી સિંધુના પશ્ચિમ કાંઠાથી સમુદ્ર સુધીનાં ૧૨ ગામાની યાદી આપે છે. આ પૈકી કનિંગહમે ( એશિયન્ટ જયાગ્રાફી, પૃ. પર ) એમ્બેાલીમાને અટકની ઉપર ૬૦ માઈલે આવેલા અમ્બ સાથે સરખાવ્યુ છે, અને પસિપીડાને સેન્ટ-માર્ટિને આરબ ભ્રુગેાવિદેના મેસભૈદ તરીકે એળખી બતાવ્યું છે ને ચિનાબ અને સિ ંધુના સંગમ થાય છે ત્યાં મિઠાનકેટ પાસે મૂકી આપ્યુ છે. યાદીમાં પિસપાડા પછી તરત જે નામ આવે છે તે સેાસીકાના છે, જે મેાસીકનોસનું અપભ્રંશ રૂપ હાય એમ સામાન્ય રીતે મનાયું છે અને છેલ્લામાં છેલ્લા અધિકારી વિદ્વાને ( જનરલ હેગ, ધી ઇન્સ ડેલ્ટા કન્ટ્રી, પૃ. ૧૩૦) એને ભાવલપુરમાં મૂકી આપ્યું છે, જોકે કાને ગહમ ( એન્સિયન્ટ જ્યોગ્રાફી, પૃ. ૨પ૭) એને એલેર આગળ મૂકે છે, જે તેાલેનીએ જણાવેલા અંતર સાથે કંઈક વધારે મેળમાં છે. યાદીમાંનું સહુથી દક્ષિણનુ નગર કોલક તે મૅકક્રિન્ડલ ધારે છે તેમા એરિયનનું કાકલ (કરાંચી) ડેાય એમ બરાબર ખેસતું નથી, કેમકે તેલેમી એને સિ’ધુના પશ્ચિમ મુખની ઉત્તરે 1 અંશ આગળ ગેડવે છે.
આ પછી મુખત્રિકૈાણુ પ્રદેશનાં જે મે મેટાં નગરે ને તેલેમી ઉલ્લેખ કરે છે તે પૈકી પાતાલને જનરલ હેગ હૈદ્રાબાદથી અગ્નિએ ૩૫ માઇલ પર (ઉપર્યુક્ત, પૃ. ૧૯) અને ખબરીને શાહબંદર પાસે ગાઠવે છે (અંજન, પૃ. ૩૧ ). બરબરીના ક્રૂરી વાર ઉલ્લેખ પેરિપ્લસમાં થાય છે (પ્રકરણ ૩૮), જ્યાં એનું નામ ખરખરીકાન છે. સિંધુ નદીનો સાગર સાથે સંગમ થાય છે ત્યાંથી સિ ંધુને ડામે કાંઠે આવેલાં નવ નગરાનાં નામ તાલેમી આપે છે, પણ એ પૈકી બહુ એછાંને સંતેાષકારક રીતે ઓળખી બતાવાય એમ છે. હ્યુએલેનના સિદ્ધાંતને આધારે પનાસા એએસનપુર જ હેાઈ શકે (સેન્ટ માર્ટિન). બોટૈયા એ આરબોનું સુધિયા જ હોવું જોઈએ, જોકે એ નદીની અવળી બાજુએ છે (જુઓ હુગ, એજન, પૃ. ૫૭ અને આગળ ). નાપ્રમ્મને યુલે અનુસાર નૌશાહરા આગળ મૂકી શકાય. કમીગર એ બે સેાસીકાનાવાળી જગ્યા હોય તે। એ આરાર ન હેાઈ શકે (મૅકક્રિન્ડલ), બીનગર એ મીનનગરને વિકૃત પાઠ હાવાનું સાધારણ રીતે મનાયું છે( સરખાવા પેરિપ્લસ, પ્રકરણ ૩૮ ). હંગ(ઉપર્યુ ક્ત, પૃ. ૩૨, ટીપ ૪૭) તુżતુલ કિરામ પરગણા શાહદાદપુર(હૈદ્રાબાદની ઈશાને )માં એક માનનગર જણાવે છે એ રીતે ઉલ્લેખ કરે છે. પરમલી, સિદ્રોસ અને એપીતોસા હજી સુધી એાળખી બતાવાયાં નથી, પરંતુ તેનું પગેરું કાં તે। હૈદ્રાબાદમાં અથવા થર પારકરમાં શેાધવુ જોઈ એ. યુલે અનુસાર કસાશ્મનાને લૂણીના વળાંકમાં આવેલ સિવાના તરીકે પારખી શકાય. એ બીજું એમ સૂચવે છે કે તાલેમીએ લૂણીને સિંધુના પૂર્વના મુખ તરીકે ગૂ ંચવી મારી હતી.