Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ ]
ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત
[૪૩૩
બેકાર (કલ્લડ, યુલે) છે, જે પંડિયન (પાંચ) રાજ્ય-જેની રાજધાની મદુરા (મદુરા) છે તેમાં આવેલી નીઆસિડૅન તોલેમી-મેલકિડા, પેરિપ્લસ-નેલકિંડા) જાતિને હસ્તક છે. અહીં હાડકાંઓમાં કોનારા( કટ્ટનાડુ)થી પીપર લાવવામાં આવે છે. વહાણો ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં રાતા સમુદ્રમાં પાછાં ફરે છે.
એ તે સ્પષ્ટ છે કે પ્તિની જેના ઉપર ખૂબ ભાર મૂકે છે તે વહાણવટાનો આધુનિક સુધારો માસુ પવનોને ઉપયોગ કરવામાં નહિ, પણ હિંદી મહાસાગરમાં થઈને સીધા મલબાર-કિનારે ત્રાટકવામાં રહેલું છે. જે વહાણે આ માર્ગનો આશ્રય લેતાં હતાં તે લિનીના સમયમાં તીરંદાજોનું રક્ષક દળ સાથે રાખતાં હતાં, પણ પેરિપ્લસના લેખકના સમયમાં એમ થતું ન હતું એ હકીકત ઈ. સ. ના પહેલા સૈકામાં મલબાર સુધીનો સીધે જળમાર્ગ નવો અને અપરિ. ચિત હતા એવા બીજા સૂચનરૂપે છે. ચોમાસુ પવનોને “હિપેલસ” નામ આપવામાં આવેલું એ વિશે નીચે પેરિસ અંગે વર્ણન કરીશું ત્યારે ચર્ચાશે.
જે દિઓનિસિઓર પરિગતીસે હેફીઅન( ઈ. સ. ૧૭-૧૩૮; ક્રાઈસ્ટન શ્રીચ, Literatur Geech પૃ. ૫૭)ના આધિપત્ય હેઠળ લખ્યું હોવાનું તાજેતરમાં પુરવાર થયું છે તે ભારતનું બહુ ઉપરછલ્લું વર્ણન આપે છે, પણ એણે સિંધુ નદીને કાંઠે ગેડોસઈ ( 1. ૧૦૮૭-૮૮)ની પૂર્વે વસતા દક્ષિણાય શકોની કિંમતી નોંધ કરેલી છે. ' - એલેકઝાન્ડિયાનો કલોદિરા તાલેઓસ સુઈસના કહેવા પ્રમાણે મારકસ ઓરેલિયસ એન્ટોનિયસ(ઈ. સ. ૧૬-૧૮૧ ના આધિપત્ય હેઠળ વસતો હતો. એ સમયે જે જગત પરિચિત હતું તેના ભોગોલિક વર્ણનના ભાગરૂપે એણે ભારત વિશેનો વૃત્તાંત એકઠો કર્યો હતો અને પોતાની મોટા ભાગની સામગ્રી તાયરન મેરિનોસ જેની રચના છેવાઈ ગઈ છે, પણ જેણે ઈ. સ. ૧૩૦ની આસપાસ લખ્યું હોવું જોઈએ, તેનામાંથી તારવી હતી. તેલેમાને (અથવા એની પહેલાં મેરિનોસ) ભારત વિશે ઘણું વિશાળ તાન હતું, જે અમુક અંશે વહાણવટીઓ અને વેપારીઓ સાથેના સંબંધમાંથી અને અમુક અંશે પુરાણોમાં છે તેને મળતીપણ પ્રાકૃતમાંથી લીધેલી ભારતીય નામાવલિમાંથી એણે તારવ્યું હતું. એણે મેગેસ્થિનીને અને અલેકઝાન્ડરના સાથીઓને ભાગ્યે જ કશો ઉપયોગ કરે છે, પણ એણે તૈયાર કરેલ ભારતને નકશો એરેસ્થનીસને, પશ્ચિમ પૂર્વ સુધીની ભારતની પહોળાઈ ઉત્તરથી દક્ષિણ સુધીની એની લંબાઈ કરતાં ઘણી વધારે છે એ ભ્રામક ખ્યાલ પકડી લેવાથી દૂષિત થયેલો છે. પોતાના ઈ-૨-૨૮