Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જુ] ચીકે અને રેમનોએ નિરૂપિત પશ્ચિમ ભારત [ ૩૭
થિઓકિલા કદાચ દેવલિયા (યુલે) અથવા ઈશાન સૈરાષ્ટ્રમાં આવેલું થાન (બર્જેસ) હોય. અસ્તક એ સપ્રમાણ રીતે ભાવનગર પાસેનું હસ્તક--હાથબ (બૂલર) છે.
-સિથિઓ છેડા પછી પશ્ચિમ કિનારે નીચે ઉતરનાં તોલેમી લારિકનું વર્ણન આપે છે. એ કિનારાની ઉત્તર સીમાએ મોફીસ નદીનું મુખ હતું. પુરાણ અને અભિલેખમાં એનું નામ “લાટછે. તેમની એને કાંઠે આવેલા કિદરી ગામનો ઉલ્લેખ કરે છે, જે કદાચ “કાપિદરી’ અશુદ્ધ પાઠ હોય અને એ મહીની તરત જ દક્ષિણે આવેલા વીર્થધામ કાવી (અભિલેખોમાંનું કાપિકા) હોય. એ પછી આવે છે મલેની ભૂશિર, જેની તોલેમીએ પોતાના ગ્રંથમાં તેમજ નકશામાં લારિકામાં સમાવેશ કર્યો છે, કે ખંભાતના અખાતની પૂર્વ બાજુએ કોઈ એવી તરી આવતાં અનુકુળ પરિસ્થિતિવાળી ઉચભૂમિ નથી. એને એ ભરૂચની પશ્ચિમે ૨૩° પર ગોઠવે છે, એ જોતાં સંભવતઃ એ અખાતની બીજી બાજુએ સૈરાષ્ટ્રમાં પાવેલું ગોપનાથ પોઈન્ટ (રિપ્લસમાંનું પાપિકી) હોય. એણે આપેલું નામ લઈ કાંઠાના નામે ઓળખાતા પાસેના છીછરા પાણીવાળા વિસ્તારમાં ટકી રહ્યું છે. તોલેની નસ (નર્મદા નદીના મુખને મલેઓ ભૂશિરની ઉત્તરે મૂકે છે તેની સાથે આ મેળામાં છે. નદીની દક્ષિણે કમની છે, જેને કમણિજ અથવા અભિખામાંના કર્મણેય સાથે એટલે કે સુરતની ઉપર તાપીને કાંઠે આવેલ કામરેજ સાથે સરખાવી શકાય. અને પરપ્લસ પ્રકરણ ૪૩ માંના કમ્પની તરીકે ધારવામાં આવ્યું છે, જે બેરીગોઝાના અખાતની જમણી (પૂર્વ) બાજુએ હિરોના નામે ઓળખાતી ટેકરીની સામી બાજુ આવેલું ગામ હતું. પણ કદાચ એ બંનેને અલગ પાડીને કમોનીનું સામ્ય એલપાડની ઉત્તરે આવેલા કી સાથે શોધવું એ ઉત્તમ છે. એ પછી જે નગર ઉલ્લેખાયું છે તે નોસારિપ છે, જેને ઘણું કરીને નૌસારિકા વાં. જોઈએ, કેમકે એ અભિલેખોમાંનું નવસારકા અને હાલનું નવસારી છે. લારિકે ઠેઠ દખણનું નગર તે પોલીપોલા છે, જે ફૂલપાડા જુના સુરજ તરીકે ઓળખાવાયું છે, પણ એ દક્ષિણમાં ઘણું આવે છે. બિલિમોરા એ કદાચ એનું સંભવિત સ્થાન છે, જેને કે નામ એકબીજાને મળતાં આવતાં નથી ( સિવાય , પિલી તે દ્રવિડ ભાષાનું પુલી કે પોલી= વાઘ છે, જેને ઠેકાણે પાછળથી બીલી=બલાડી ગોઠવાયું હોય). લારિકાના અંદરના પ્રદેશનાં નગરની યાદીની શરૂઆત તોલેમી અગ્રીનગરથી કરે છે, જેને યુલે અનુસાર ઉજજૈનથી અગ્નિ ખૂણે ૩૫ માઈલ દૂર આવેલા આગર સાથે મેળ પાડી શકાય. અભિલેખોમાંનું આકર તે જ આગર. એ પછીનું