Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ પરિ.
૪૩૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ સુરાત્રીની(કાઠિયાવાડ)ને કાંઠે તેની પહેલે જે ઉલ્લેખ કરે છે તે બરકીના દ્વીપ(દ્વારકા બેટ)નો છે; એ પછી બરડાના ડુંગરા આગળ બરડાકસીમા શહેર આવે છે તે પોરબંદર જ હોવું જોઈએ (યુલે). એ પછી સુરાસ્ત્ર ગામ આવે છે, જે કદાચ વેરાવળ સાથે મળતું હોય; જોકે એને ઘણે ઉત્તરે મૂકવામાં આવ્યું છે. સુરાસ્ત્ર એ સાભિપ્રાય રીતે જૂનાગઢ ન હોઈ શકે (લાસેન), કેમકે એ સમુદ્રકાંઠે નથી અને તેમના સમયમાં એ ગામડું નહિ, પણ નગર હતું; જોકે તોલેમી એનો કયાંયે નિર્દેશ કરતો નથી એ ખરેખર વિચિત્ર છે. આગળ જતાં દક્ષિણે તેલેમી મેનગ્લરસન(માંગરોળ)ને બજારનો નિર્દેશ કરે છે. ઇન્ડોસિથિયાના સમુદ્ર કિનારાની પૂર્વ સીમા તે મફીસ (મહી) નદીનું મુખ હોય તેમ લાગે છે. ઇન્ડો-સિથિયા વિશેને તેલેમીને વૃત્તાંત સિંધુ (એટલે કે લૂણી) નદીની પૂર્વે અને ત્યાંથી થોડેક અંતરે એણે મૂકેલાં સ્થાનોની યાદીના નિર્દેશ આગળ પૂરો થાય છે.
એ સ્થાનો છે. લોકી, જે પારખી શકાયું નથી, પણ જેને મેવાડમાં કયાંક મૂકવું જોઈએ, સંભવતઃ ઉદેપુરથી ઈશાન ખૂણે ૭ર માઈલ પર આવેલા પ્રાચીન પૂર નગર આગળ અથવા તે સંભવતઃ ઉદેપુરથી ર ભાઈ પર આવેલા પ્રાચીન આહાડ શહેર આગળ મૂકવું જોઈએ ( ટેડકૃત રાજસ્થાન, ૧,૬૭૭-૭૮).
સરબન જે તેમના નકશામાં મહીના ઉપરવાસમાં અપકોપા પર્વત(અરવલ્લી)માં દર્શાવેલું છે તેને રતલામથી વાયવ્ય ખૂણે ૧૦ માઈલ પર આવેલ સરવન તરીકે ઓળખવું ઘટે છે. નિમચની પાસે સરવનિ કરીને એક બીજુ સ્થાન પણ છે, જેને કદાચ તેલેમીએ સવન સાથે ગૂંચવ્યું હોય.
ઓકસમીસ જેને સેન્ટ- માર્ટિન સમી તરીકે ઓળખાવે છે અને યુલે અજમેર તરીકે ઓળખાવે છે, પણ બંનેમાંથી એકે સરવન સાથે દિશા અને અંતર બેઉ દષ્ટિએ બંધબેસતાં નથી. ઉપર સૂચવ્યું તેમ જે તોલેમીએ સરવન અને સરવનિ વચ્ચે ગોટાળો કર્યો હોય તો કદાચ એકસમીસ ઉદેપુર પાસેનું આહાડ હોય. અન્યથા ઓક્સોમીસ ઈડર પણ હોઈ શકે. આ પ્રશ્નનો ઉકેલ આહાડ અને ઈડરના સમયના વધુ નિશ્ચિત જ્ઞાનની મદદથી લાવી શકાય. એરબદને કામચલાઉ ધોરણે યુકે અનુસાર આબુ ઉપર મૂકી શકાય. - અસિલ્ટને સિદ્ધપુર નજીક શોધવું જોઈએ, જોકે સેન્ટ-માર્ટિન અનુસાર એને એ સ્થાન તરીકે ઓળખાવી શકાય એમ નથી. વડનગર (અગાઉનું આનંદપુર અને અતિ પ્રાચીન નગર) એ કદાચ એનું આધુનિક પ્રતિરૂપ હય.