Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૩૪ ]
મૌય કાલથી ગુપ્તકાલ
[ પરિ.
સાતમા ગ્રંથના પહેલા પ્રકરણથી ભારતનું વર્ણન આપવાનું તેલેની શરૂ કરે છે, જે ગંગાના પ્રદેશમાં સમાતા ભારતને નિરૂપે છે. પહેલાં એ નદીઓનાં, દેશનાં, નગરાનાં અને ભૂશિરનાં નામેા આપે છે અને સિધુના પાશ્ર્ચાત્યતમ મુખથી તે ગંગાના પૈરહ્યતમ મુખ સુધીના ભારતને આખા સમુદ્રકાંઠો એ વર્ણવે છે. પછી એ પ`તાને અને નદીઓને તેઓની શાખાએ સહિત વિગતે વર્ણવીને ભારતના વિવિધ દેશે તેમજ એ પ્રત્યેકનાં નગરાના વર્ણનમાં ઊતરે છે. વાયવ્યથી શરૂ કરીને એ ક્રમે દક્ષિણ તરફ વળે છે અને અ ંતે એ સમુદ્રકાંઠાથી દૂર આવેલા ટાપુઓની નામાવલિ આપે છે. પશ્ચિમ ભારતના એણે આપેલા વૃત્તાંતને ખ્યાલ કરતાં, કિનારાનાં અને અંદરનાં નગરાનાં મથાળાં હેઠળ અલગ અલગ વર્ણવેલાં પ્રત્યેક દેશનાં નગરાને ભેગાં લેવાથી સુગમતા થશે.
કાઆ( કાખુલ ) નદી સાથેના સંયેાગથી માંડીને સિંધુ નદીના નીચલા પ્રવાહની બંને બાજુએ આવેલા સમસ્ત પ્રદેશને તે “ઇન્ડા-સિથિયા” એવું નામ આપે છે અને એના ત્રણ વિભાગાને પાતલીની નીચલું સિંધ ), એબેરિયા ( વાંચવાનું સેબિરિયા, અર્થાત્ સૈવીર અથવા ઉપલું સિધ અને મુલતાન) અને સુરાની ( સુરાષ્ટ્ર અથવા કાઠિયાવાડ ) તરીકે જણાવે છે. આપણે જોયુ કે દાયેાનિસિયાસ સિંધુ નદીના દાક્ષિણાત્ય સિથિયના(શકા)ને એળખતા હતા અને આપણે એમને પેરિપ્લસમાં ફરી મળીશું (પ્રકરણ ૩૮ અને આગળ ).
એ સિંધુનાં સાત મુખ વર્ણવે છે, પણ એ નદી સતત પેાતાના પ્રવાહ અદલતી રહેતી હોવાથી એણે આપેલાં બધાં નામ ( સગપા, સિન્થેાન, ખરીફ્રાન, સપરા, સબલીસ્સા અને લેનીખરે ) હાલની શાખાએ સાથે મેળવી બતાવવાની આશા રાખવી વ્યર્થ છે. માત્ર એટલું બતાવવું શક્ય છે કે ‘સિન્થાન'માં નદીનુ ભારતીય નામ (સિંધુ) જળવાઈ રહ્યું છે અને એનુ પરસ્ત્યતમ મુખ (લાનીબરે) પ્રાયઃ હાલની કારી અથવા લોણી અને મારવાડની લૂણી નદી એ બંનેનુ પ્રતિનિધિત્વ કરે છે. તેાલેમીને કચ્છના અસ્તિત્વનો ખ્યાલ જ ન હતા. જોકે રણને એ ‘કડીના અખાત’ તરીકે એળખતા હતેા એનો કેટલેક ખુલાસા આ હકીકત પૂરી પાડે છે. આ કારણે એ સુરાચીન( સુરાષ્ટ્ર અથવા કાઠિયાવાડ)ને રણના દક્ષિણ ભાગમાં ગેાઠવવાને બદલે ખોટી રીતે સિધુના મુખત્રિકોણ પ્રદેશમાં ગેાઠવે છે. તેાલેમી ઇન્ડા-સિથયા(કાહાટ, જંતુ અને ડેરા ઈસ્માઈલખાન)ના વાયવ્ય ભાગમાં પાંચ નગરાના જૂથનું વર્ણન કરે છે, જેમાંથી નિગહમે ( એન્શિયન્ટ જ્યોગ્રાફી, પૃષ્ઠ ૮૪ અને આગળ) અજગરને ખંતુ સાથે અને અન્દ્રપાનને દરખન સાથે સરખાવ્યાં છે, જ્યારે અરતાઅત, સખના, અને કેદ્રનાનાં સ્થાન અજ્ઞાત