Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૩૦ ]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ.
શાસન એટલું બધું નરમ હતું કે એના મૃત્યુ પ્રસંગે એના તાબાનાં નગરેએ એની ભસ્મના કબજા માટે તકરાર જગાવી હતી અને આખરે ભસ્મ વહેંચી લીધી હતી.
સીઝીકસના એઉદાસસે (આશરે ઈ. પૂ. 110) બીજાઓની સાથે ભારત સુધીની બે ઘણી સફળ સફર કરી હતી. પહેલી સફર વખતે એમને માર્ગ બતાવનાર એક ભારતવાસી હતા, જેનું વહાણ ઇજિપ્તના સમુદ્રકાંઠે ભાંગી પડ્યું હતું. પિસદનિઓસમાંથી એઉદેસિસની પ્રવૃત્તિઓની વાર્તા ટાંકતાં àબે (૨. ૩. ૪) ભારત સુધીની આ બે સમુયાત્રા કરતાં આફ્રિકાની જળમાર્ગે પ્રદક્ષિણા કરવાના એના પ્રયત્ન ઉપર વધારે ભાર મૂકે છે, પરંતુ ભારત સાથેના સીધા વેપારના આરંભ-લેખે સફરોની અગત્ય ઘણી મોટી છે.
એક તોલેમી સુધીના ભૂગોળવિદોએ ભારત વિશેનું પિતાનું જ્ઞાન મેગેસ્થિનીસની તથા એલેકઝાન્દરના સાથીઓની કૃતિઓમાંથી જ લગભગ પૂરેપૂરું તારવ્યું હતું. એ પૈકી શાસ્ત્રીય ભૂગોળને સ્થાપક એરેતાસ્થિનીસ (આશરે ઈ. પૂ. ૨૭૫-૧૯૪) ભારતની પશ્ચિમથી પૂર્વ સુધીની પહોળાઈ તે એની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કરતાં વધારે છે એ ખ્યાલને સૌથી પહેલી વ્યાપક પ્રસિદ્ધિ આપનાર તરીકે ઉલ્લેખપાત્ર છે. આ ભૂલ ભારતના નકશાને તોલેમીએ વિકૃત કર્યો હતો એના મૂળમાં રહેલી છે. એરેસ્થિનીસનો ટીકાકાર હિપરસ (આશરે ઈ. પૂ. ૧૦૦ ) આ બાબતમાં મેગેનિસના વધારે સાચા વનને અનુસરે છે અને અન્યથા જુદાં જુદાં સ્થળોનું ભૌગોલિક સ્થાન નિશ્ચિત કરવા માટે ખગોળશાસ્ત્રને સૌથી પહેલા ઉપગ કરનાર તરીકે નોંધપાત્ર છે.
એએ (આશરે ઈ. પૂ. ૬ ૭ થી ઈ. સ. ૨૩) ભારત વિશેનું પોતાનું જ્ઞાન, પોતાના પુરોગામીઓની માફક મુખ્યત્વે મેગેસ્થિનીસ અને એલેકઝાન્ડરના અનુયાયીઓની કૃતિઓમાંથી તારવ્યું હતું, પણ દમાસ્કસના નિકાલાઓસ(એન્તોની અને કિલઓપાત્રાનાં સંતાનોને શિક્ષક અને હરેડને રાજદૂતોને આધાર ટાંકીને પોરસ નામના એક રાજા તરફથી ઑગસ (મૃત્યુ ઈ. સ. ૧૪) પાસે આવેલા ત્રણ ભારતીય રાજદૂતોનો વૃત્તાંત ઉમેરે છે (૧૫. 1. ૭૨). આ દૂતો જે ભેટો લાવેલા તેમાં હાથ વિનાને એક માણસ, સર્પો, એક મેટો કાચબો, એક મોટું તેતર અને સમ્રાટની પ્રજાને પોતાના પ્રદેશમાં થઈને મુક્ત જવરઅવર કરવાની તેમજ વેપાર કરવાની છૂટ આપતા, ચર્મપત્ર પર ગ્રીક ભાષામાં લખાયેલા, પત્રનો સમાવેશ થતો હતો. આ રાજદૂતોની સાથે બર્ગોસી( ભરૂચ, આ નામને સૌથી પહેલે ઉલ્લેખ)થી એક કર્મોનોખીગસ (બમણાચાર્ય, લાસેન) આવ્યો