Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૨
ગ્રીક અને રોમનોએ નિરૂપિત પશ્ચિમ ભારતમાં
ભારતને ઉલ્લેખ કરનારા પ્રાચીનતમ ગ્રીક લેખક હરેદેતર અને હેકેતેઓના પશ્ચિમ ભારત વિશે કંઈ ખાસ માહિતી આપતા નથી.
તેસીઆસ( આશરે ઈ. પૂ. ૪૦૦)ને ઈરાનમાં ખબર પડી કે વામને(ઠિ ગુજીઓની એક જાતિ ભારતમાં રૂપાની ખાણેની પાડોશમાં રહેતી હતી, જે પ્રદેશને લાસન ઉદેપુર(મેવાડ)ની નજીક દર્શાવે છે. આ વામનના વર્ણન (Photios Bibl. LXXII, 11-12 ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે આ લોકો તે હાલના ભીલે છે. તેસીઆસ એમ પણ દર્શાવે છે (Photios Bibl. LXXII. 8) કે સારદોસ પર્વતથી પહોંચતાં પંદરેક દિવસ લાગે તેવા અણવણ્યા પ્રદેશમાં એક એવું સ્થળ છે, જ્યાં લોકો સૂર્ય અને ચંદ્રની આરાધના કરે છે અને જ્યાં પ્રત્યેક વર્ષે ૩૫ દિવસ સુધી સૂર્ય પોતાના ઉપાસકોના કલ્યાણ માટે પોતાની ઉષ્ણતા પ્રસારે છે. આ સ્થળ દેખીતી રીતે જ મારવાડમાં ક્યાંક આવેલું હોવું જોઈએ અને કદાચ એ ઉસ્લિખિત સ્થળ આબુ પર્વત હોય.
એલેકઝાન્ડર (ઈ. પૂ. ૩૨૬-૨૫) ગુજરાત સુધી પહોંચ્યો ન હતો અને એના સાથીઓને દેશના આ ભાગ વિશે કાંઈ પણ કહેવાનું નથી, પરંતુ મેગેસ્થિનીસ(આશરે ઈ. પૂ. ૩૦૦ )ની વાત જુદી છે. સેલ્યુકસ નિકેતોના એલચી તરીકે એ ચંદ્રગુપ્તની સાથે રહ્યો હતો અને એણે ચાર ગ્રંથ ભરીને ભારતને વૃત્તાંત લખે હતો, જેના સંખ્યાબંધ અંશ મુખ્યત્વે બે, હિની અને એરિયનના હાથે જળવાયેલા છે. ભારતવાસીઓની રીતભાતનો જે સામાન્ય વૃત્તાંત એણે લખ્યો છે તે અધિકાંશે ઉત્તર ભારતના જે લેકેની એને અંગત જાણકારી હતી તેમને સ્પર્શે છે, પણ એણે ભારતનું ભૌગોલિક વર્ણન સુધ્ધાં કરેલું છે, કેમકે એરિયન આપણને જણાવે છે (Ind. VII) કે ભારતની ટોળીઓની કુલ સંખ્યા ૧૧૮ જેટલી એણે ગણાવી છે અને લિની (૬, ૧૭ થી)
૨૪